$4\,mm ^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને $2\,kg$નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને $5\,m / s$ ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું મુલ્ય $.............\times 10^{-5}$ હશે.(યંગનો મોડ્યુલસ $10^{11}\,N / m ^2$ અને $g =10\,m / s ^2$ લો.)
$29$
$300$
$30$
$303$
બે તાર $A$ અને $B$ ને સમાન બળથી ખેંચવામા આવે છે જો $A$ અને $B$ માટે $Y_A: Y_B=1: 2, r_A: r_B=3: 1$ અને $L_A: L_B=4: 1$ તો $\left(\frac{\Delta L_A}{\Delta L_B}\right)$ કેટલું હશે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, તારનો યંગ સ્થિતિસ્થાપકતા અંક (યંગ-મોડ્યુલસ) માપવાના પ્રયોગમાં ખેંચાણ વિરુદ્ધ ભારનો વક્ર દર્શાવેલ છે.આ વક્ર (આલેખ) ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને ભાર-અક્ષ સાથે $45^{\circ}$ નો કોણ બનાવે છે. તારની લંબાઈ $62.8\,cm$ અને તેની વ્યાસ $4\,mm$ છે. સ્થિતિસ્થાપકતા માટે યંગની મોડ્યુલસ $x \times 10^4\,Nm ^{-2}$ મળે છે. $x$ નું મૂલ્ય $........$ થશે.
જયારે તાર પર $4N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ $a$ છે.જયારે $5N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ $b$ છે.તો જયારે $9N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ કેટલી થાય?
સ્ટીલનો યંગ મોડયુલસ, પિત્તળના યંગ મોડયુલસ કરતાં બમણો છે. સમાન લંબાઇ અને સમાન આડછેદનું ક્ષેત્રફળવાળા એક સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પરથી લટકાવેલ છે. જો બંને તારના છેડે વજન લટકાવવાથી નીચેના છેડાઓ એક જ સ્તર પર હોય, તો સ્ટીલ અને પિત્તળના તારોના છેડે લટકાવેલ વજનનો ગુણોત્તર કેટલો હોવો જોઇએ?
એક છેડે જડિત કરેલા $2m$ લંબાઇ અને ${10^{ - 2}}\,c{m^2}$ આડછેદ ધરાવતા તારના એક છેડે $200N$ બળ લગાડેલ છે,તારનો રેખીય પ્રસરણાંક $\alpha = 8 \times {10^{ - 6}}°C^{-1}$ અને યંગ $Y = 2.2 \times {10^{11}}\,N/{m^2}$ મોડયુલસ છે,તાપમાન $5°C$ વધારવામાં આવે,તો તણાવમાં ........ $N$ વઘારો થાય.