એક વિદ્યાર્થી આપેલા સમયમાં શરૂઆતમાં સ્થિર રહેલા પદાર્થના મુક્ત પતન દરમિયાન કાપેલા અંતરને માપે છે. તે આ માહિતીનો ઉપયોગ કરીને $g$, ગુરુત્વાકર્ષણના પ્રવેગનો અંદાજ કાઢે છે. જો અંતર અને સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $e_1$ અને $e_2$ હોય, તો $g$ ના અંદાજમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

  • [AIPMT 2010]
  • A

    $e_2-e_1$

  • B

    $e_1+2{e_2}$

  • C

    $e_1+e_2$

  • D

    $e_1-2{e_2}$

Similar Questions

એક વિદ્યાર્થી સાદા લોલકના $100$ આવર્ત (દોલન) માટેનો સમય ચાર વખત માપે છે અને તે $90\;s$ ,$91\;s $,$95\;s$ અને $92\;s$ છે. જો ઘડિયાળની લઘુતમ માપશકિત $1\;s$ હોય, તો તેણે સરેરાશ સમય કેટલો લખવો જોઇએ?

  • [JEE MAIN 2016]

$R _1=(10 \pm 0.5) \Omega$ અને $R _2=(15 \pm 0.5) \Omega$ મૂલ્યનો બે અવરોધો આપેલા છે. જયારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેના પરિણામી અવરોધના માપનમાં થતી ટકાવારી ત્રુટી છે.

  • [JEE MAIN 2023]

ભૌતિક રાશિ $P$ ને $P=\frac{a^2 b^3}{c \sqrt{d}}$ મુજબ દર્શાવવામાં આવે છે.$a, b, c$ અને $d$ ના માપનની પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1 \%, 2 \%, 3 \%$ અને $4 \%$ છે. તો $P$ ના માપનની પ્રતિશત ત્રુટિ $.....\%$ હશે.

  • [JEE MAIN 2023]

અવરોધ $R=\frac{V}{I}$, જ્યાં $V=(200 \pm 5) V$ અને $I=(20 \pm 0.2) A$ હોય તો $R$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ_____છે.

  • [JEE MAIN 2024]

ગોળાની ત્રિજ્યાના માપનમાં $0.2\%$ જેટલી ત્રુટિ હોય, તો તેના કદમાં ત્રુટિ ........ $\%$ હશે .