સેકન્ડના લોલકના દોલનોનો સરેરાશ આવર્તકાળ $2.00$ સેકન્ડ છે અને આવર્તકાળની સરેરાશ ત્રુટિ $0.05$ સેકન્ડ છે. મહત્તમ ત્રુટિનું અંદાજિત મૂલ્ય મેળવવા માટે આવર્તકાળ કેટલો હોવો જોઇએ ?
$(2.00 \pm 0.01) s$
$(2.00 +0.025) s$
$(2.00 \pm 0.05) s$
$(2.00 \pm 0.10) s$
એક સાર્વજનિક ચોરસ બાગ, $(100 \pm 0.2)\; m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુની લંબાઈ કેટલી હશે?
જો $Z=\frac{A^{4} B^{1 / 3}}{ C D^{3 / 2}}$ હોય, તો $Z$ માં સાપેક્ષ ત્રુટિ શોધો.
કાચનો વક્રીભવનાંક શોધવાના પ્રયોગમાં વક્રીભવનાંકના મૂલ્યો $1.54, 1.53,$ $ 1.44, 1.54, 1.56$ અને $1.45$ મળે છે, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ =....
બરાબર $1\,m$ લંબાઈના તારનો યંગ મોડ્યુલસ માપવાના એક પ્રયોગમાં $1\,kg$ ભાર લગાડતાં, તારની લંબાઈમાં થતો વધારો $0.4\,mm$ જેટલો વધારો $\pm 0.02\,mm$ ની અનિશ્ચિતતા સાથે નોંધવામાં આવે છે. તારનો વ્યાસ $\pm 0.01\,mm$ ની અનિશ્ચિતતા સાથે $0.4\,mm$ નોંધવામાં આવે છે. યંગ મોડયુલસના માપનમાં ત્રુટી $(\Delta Y ) \; x \times 10^{10}\,Nm ^{-2}$ મળે છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
($g=10\,ms ^{-2}$ લો.)
જો $A$ સળિયાની લંબાઈ $3.25 \pm 0.01 \,cm$ અને $B$ સળિયાની લંબાઈ $4.19 \pm 0.01\, cm $ હોય તો સળિયા $B$ ની લંબાઈ સળિયા $A$ કરતાં કેટલી વધારે હશે?