$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો કણ $x-$ અક્ષની દિશામાં $v$ વેગથી ગતિ કરે છે.તો કઇ આકૃતિમાં ઇલેકટ્રોન વિચલન થયા વગર પસાર થશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અતિ લાંબા સુરેખ વાહક તારમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈ એક ક્ષણે $P$ બિંદુ પાસે $+q$ વિદ્યુતભારનો વેગ $\vec v$ ધન $X$ દિશામાં છે, તો વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં હશે?
બે ટોરોઈડ $1$ અને $2$ માં $200$ અને $100 $ આંટા છે જેની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે $40\; \mathrm{cm}$ અને $20\; \mathrm{cm}$ છે. જો તેમાંથી સમાન પ્રવાહ $i$ પસાર થતો હોય તો બે લૂપને સમાંતર પસાર થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?
$5 \mathrm{eV}$ ગતિઊર્જા ધરાવતો એક ઈલેકટ્રોન $3 \mu \mathrm{T}$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ક્ષેત્રની દિશાને લંબરૂપે દાખલ થાય છે. $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે લગાવવામાં આવે છે. ઇલેકટ્રોન ત જ માર્ગ ઉપર ગતિ ચાલુ રાખે તે માટે જરૂરી $E$નું મૂલ્ય. . . . . . $\mathrm{NC}^{-1}$ થશે. (ઇલેકટ્રોનનું દળ = $9 \times 10^{-31} \mathrm{~kg},$ ઈલેકટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \mathrm{C}$ આપેલ છે.)
$m$ દળ ધરાવતો પ્રોટોન $V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થઈને $B$ જેટલા લંબગત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. આ ચુંબકીયક્ષેત્ર $d$ જેટલા અંતરમાં પ્રવર્તે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\alpha $ એ પ્રોટોનનું પોતાની મૂળ દિશાથી થતું વિચલન હોય તો $\sin \alpha$ નું મૂલ્ય કેટલું થશે?
બે ખુબજ નજીકથી વીંટાળેલા વર્તુળાકાર ગૂંચળાઓ $A$ અને $B$ કે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે $r_A=10\,cm$ અને $r_B=20\,cm$ છે, ની સાથે સંકળાયેલ ચુંબકીય ચાક્માત્રાઓ સમાન થશે, જો $.......$ હશે. $(N_A,I_A$ અને $N_B,I_B$ અનુક્રમે $A$ અને $B$ ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રવાહ છે.)