આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અતિ લાંબા સુરેખ વાહક તારમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈ એક ક્ષણે $P$ બિંદુ પાસે $+q$ વિદ્યુતભારનો વેગ $\vec v$ ધન $X$ દિશામાં છે, તો વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં હશે?
$OX$ ની વિરુદ્ઘ દિશામાં
$OX$ ની દિશામાં
$OY$ ની વિરુદ્ઘ દિશામાં
$OY$ ની દિશામાં
કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઈલેક્ટ્રૉન, $ 2.0 \;kV$ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને, $0.15\; T$ જેટલા નિયમિત ચુંબકીયક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર,
$(a)$ પ્રારંભિક વેગને લંબ રૂપે હોય,
$(b)$ પ્રારંભિક વેગ સાથે $30^o$ કોણ બનાવતું હોય, તો ઈલેક્ટ્રૉનના ગતિ પથની ગણતરી કરો.
$m$ દળવાળો વિદ્યુતભાર $q$ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં $r$ ત્રિજયાના વર્તુળમાર્ગ પર પરિક્રમણ કરે છે.તેની ઝડપ $v$ અચળ છે,તો વિદ્યુતભારના એક પરિક્રમણના અંતે ચુંબકીયક્ષેત્ર વડે કેટલું કાર્ય થયું હશે?
લોરેન્ટઝ બળ એટલે શું ? તેના માટેનું સૂત્ર લખો.
એકસમાન ચુંબકીયક્ષેત્રમાં વિદ્યુતભારભારીત કણ અચળ ઝડપ $v$ થી $R$ ત્રિજયાના વર્તુળમાર્ગ પર પરિક્રમણ કરે છે.આ ગતિનો આવર્તકાળ ......
એક વિસ્તારમાં સ્થિર અને સમાન વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર છે. આ બંને ક્ષેત્રો સમાંતર છે. એક સ્થિર વિદ્યુભારિત કણ આ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે છે. તો આ કણનો ગતિમાર્ગ.......