- Home
- Standard 11
- Physics
એક પાત્રમાં પાણી ભરીને તેને વજનકાંટા પર મૂકવામાં આવે છે અને વજનને શૂન્ય પર ગોઠવવામાં $( \mathrm{Adjust} )$ આવે છે. $\mathrm{k}$ બળ અચળાંવાળી, દળરહિત ધિંગના છેડે $\mathrm{M}$ દળ અને $\rho $ ઘનતાવાળો બ્લોક લટકાવવામાં આવે છે. આ પરિસ્થિતિમાં બ્લોકને લટકતો રાખીને પાણીમાં ડૂબાડવામાં આવે છે, તો વજનકાંટાનું રીડિંગ $( \mathrm{Reading} )$ શું થશે ?
Solution

આપેલી આકૃતિ ધ્યાનમાં લો.
વજનકાંટાને શૂન્ય પર ગોઠવવામાં આવેલ છે. તેથી, જ્યારે સ્પ્રિંગના છેડે લટકાવેલો બ્લોક પાણીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે વિસ્થાપિત પાણી બ્લૉક પર જે ઊર્ધ્દિશામાં બળ લગાડે છે તેટલું રીડિંગ જોવા મળે છે.
પાણી વડે બ્લૉક પર ઊર્ધ્વદિશામાં લાગતું બળ $=$ વિસ્થાપિત પાણીનું વજન
$=( V ) g_{ w } g$ $( V =$બ્લોકનું કદ)
$=\frac{m}{g} \rho_{ w } g$$( \rho _{ w }=$પાણીની ઘનતા)
$=\left(\frac{\rho_{ w }}{\rho}\right) m g$ $(\rho=$બ્લોકની ધનતા)