તાર પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $0.01\, m$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેની લંબાઈ અને વ્યાસ પહેલા કરતાં બમણા છે તેના પર $F$ બળ લગાવતા લંબાઈમાં થતો વધારો ______
$0.005 \,m$
$0.01\, m$
$0.02\, m$
$0.002\, m$
તાપમાનના ફેરફાર સાથે યંગ મોડ્યુલસ પર શું અસર થાય ?
બે તારો સમાન દ્રવ્યના બનેલા છે અને સરખું કદ ધરાવે છે. પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ $ A$ અને બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ $3A$ છે. જો $F$ જેટલું બળ આપીને પહેલા તારની લંબાઇમાં $\Delta l$ નો વધારો કરવામાં આવે છે, બીજા તારની લંબાઇમાં સમાન વધારો કરવા માટે કેટલું બળ લગાવવું જોઈએ?
એક તારની લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે તેની બંને બાજુના છેડા પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $l$ નો વધારો થાય તો નીચેના માથી શું સાચું છે ?
$0.5\, mm$ વધારો કરવા માટે $2m$ લંબાઇ અને $2\,m{m^2}$ આડછેદ ના સ્ટીલના તારમાં કેટલું બળ લગાવવું પડે$?$ [$Y_{steel} = 2.2 \times {10^{11}}\,N/{m^2}]$]
સ્ટીલનો તાર તૂટ્યા વગર $100\,kg$ વજન ખમી શકે છે જો તારાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે તો દરેક ભાગ ...... $kg$ વજન ખામી શકે.