કુલંબના નિયમ પ્રમાણે નીચેની આકૃતિ માટે શું સાયું છે ?
$q_1 q_2 < 0$
$q_1 q_2 > 0$
$q_1 q_2=0$
$q_1 q_2 \gg 100 C$
ત્રણ બિંદુવત વીજભારો $q,-2 q$ અને $2 q , x$-અક્ષ પર $x=0, x=\frac{3}{4} R$ અને $x=R$ અંતરે અનુક્રમે ઉદગમથી મૂકેલા આકૃતિમાં દર્શાવેલ છે. જો $q =2 \times 10^{-6}\,C$ અને $R=2\,cm$ હોય તો $-2 q$ વિદ્યુતભારને અનુભવતું પરિણામી બળ ..........$N$ છે.
$+7\ \mu C$ અને $-5\ \mu C$ વિદ્યુતભાર ધરાવતા બે બોલ એકબીજાને $F$ બળ સાથે આકર્ષે છે. જો બંનેમાં $-2\ \mu C$ વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચેનું બળ કેટલું હશે ?
$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબંદુ પર $+Q$ વિદ્યુતભાર મૂકેલા છે.તો એક વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થાય? $\left( {k = \frac{1}{{4\pi {\varepsilon _0}}}} \right)$
બે ઈલેક્ટ્રોનને $'2d'$ અંતરે જડિત રાખવામાં આવ્યા છે. એક ત્રીજા વિદ્યુતભાર પ્રોટોન કે જે મધ્યબિંદુએ રાખી તેને $x (x < < d)$ જેટલા ખૂબ નાના અંતરે બે જડીત વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ ખસેડવામાં આવે છે. પ્રોટોન ......... કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $(m \, =$ વિધુતભારિત કણનું દળ$)$
કુલંબના નિયમની મર્યાદા લખો.