હાઈડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઈલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ, પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર ગણો.
આપણે જાણીએ છીએ કે હાઈડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ $5.3 \times 10^{-11}\,m$ જ ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ઈલેક્ટ્રૉનનો વેગ $2.2 \times 10^{6}\, m/s$ છે. આથી, પ્રોટોનની આસપાસ ઈલેક્ટ્રૉનના ભ્રમણની આવૃત્તિ
$v=\frac{v}{2 \pi r} =\frac{2.2 \times 10^{6} \,m s ^{-1}}{2 \pi\left(5.3 \times 10^{-11} \,m \right)}$
$ \approx 6.6 \times 10^{15} \,Hz$
પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર, આપણે જાણીએ છીએ કે ભ્રમણ કરતા ઈલેક્ટ્રૉન વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ, ન્યુક્લિયસની આસપાસના તેના ભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. આમ, ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ $6.6 \times 10^{15}\, Hz$ છે.
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$ : પરમાણુઓ વિધુતીય રીતે તટસ્થ હોય છે, કારણ કે તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિધુતભારો હોય છે.
વિધાન $II$ : દરેક તત્ત્વના પરમાણુંઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
${90^o}$ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો $56$ હોય, તો ${60^o}$ ના ખૂણે કેટલા કણો પ્રકીર્ણન પામે?
એક પરમાણુની $1^{st}, \,2^{nd}$ અને $3^{rd}$ ઊર્જા $E, \,4E/3$ અને $2E$ છે, સંક્રાતિ $3 → 1$ દરમિયાન તરંગલંબાઇ ઉત્પન્ન થાય છે,તો સંક્રાતિ $2 → 1$ દરમિયાન કેટલી તરંગલંબાઇ મળે?
ગતિવાદ પરથી પરમાણુનું પરિમાણ જણાવો.
જો ક્ષ-કિરણ ટ્યુબ પર $V$ વૉલ્ટનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે તો તેમાંથી ઉત્સર્જાતા ક્ષ-કિરણની ન્યૂનતમ તરંગલંબાઈ લગભગ કેટલી હશે?