- Home
- Standard 9
- Science
ગતિના ત્રીજા નિયમ અનુસાર જ્યારે આપણે કોઈ વસ્તુને ધક્કો મારીએ ત્યારે તે વસ્તુ તેટલાં જ બળથી આપણને વિરુદ્ધ દિશામાં ધક્કો મારતી હોય છે. જો આ વસ્તુ રસ્તાના છેડે ઊભેલ ટ્રક હોય તો આપણા દ્વારા લગાડેલ બળથી તે ગતિમાં આવતી નથી. એક વિદ્યાર્થી આ ઘટનાને સમજાવતાં કહે છે કે બે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે જે એકબીજાની અસરો નાબૂદ કરે છે. આ તર્ક પર તમારાં સૂચન આપો અને બતાવો કે ટ્રક ગતિમાં કેમ નથી આવતી ?
Solution
વિદ્યાર્થીની સમજૂતી સાચી નથી, કારણકે જ્યારે એક જ વસ્તુ પર બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લાગે ત્યારે એકબીજાને નાબૂદ કરે છે. તેથી વસ્તુ સ્થિર હોય તો ગતિ ન કરે પણ ગતિમાં હોય તો અચળ ઝડપથી ગતિ ચાલુ રાખે.
ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશાં બે જુદી જુદી વસ્તુઓ પર લાગે છે તેથી આવા બળો એક બીજાની અસર નાબૂદ કરી શકે નહિ.
જયારે ભારે ટ્રકને ધક્કો મારવામાં આવે ત્યારે ગતિ ન પણ કરે કારણકે ઘર્ષણથી લાગતા બળ કરતાં ટ્રકને ધક્કાથી મળતું બળ પૂરતું નથી. તેથી ટ્રક ગતિમાં નથી આવતી.