અચળ પ્રવેગથી ગતિ કરતી ટ્રેનનું એન્જિન સિગ્નલ પોસ્ટ (થાંભલા) ને $u$ વેગથી અને છેલ્લો ડબ્બો $v$ જેટલા વેગથી પસાર થાય છે. ટ્રેનનો મધ્યભાગ આ સિગ્નલ પોસ્ટને કેટલા વેગથી પસાર થશે?

  • [JEE MAIN 2021]
  • A

    $\sqrt{\frac{ v ^{2}+ u ^{2}}{2}}$

  • B

    $\frac{ v - u }{2}$

  • C

    $\frac{ u + v }{2}$

  • D

    $\sqrt{\frac{ v ^{2}- u ^{2}}{2}}$

Similar Questions

$50\;km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $6\; m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે. જો $100 \;km/hr$ ની ઝડપથી જતી સમાન કાર માટે લઘુતમસ્ટોપિંગ ડિસ્ટન્સ ($m$ માં) કેટલું થાય?

  • [AIEEE 2003]

$72\, km/h$ ની ઝડપે ગતિ કરતી કાર $3$ સેકન્ડ પહેલા સ્થિર થતી નથી, જ્યારે ટ્રક માટે આ સમયગાળો $5$ સેકન્ડ છે. હાઇવે પર ટ્રકની પાછળ કાર છે અને બંનેનો વેગ $72\, km/h$ છે. અચાનક સંકટ આવવાથી ટ્રકનો ડ્રાઇવર ટ્રક ઊભી રાખવાનો સંકેત આપે છે. તો ટ્રક અને કાર વચ્ચે કેટલું અંતર હોવું જરૂરી છે કે જેથી કાર, ટ્રક સાથે ન અથડાય ? માણસ માટે પ્રતિક્રિયા સમય $0.5$ સેકન્ડ છે. 

એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી $10 \,sec$ માં $27.5\, m/s$ નો વેગ પ્રાપ્ત કરે છે.તો તેની પછીની $10 \,sec$ માં તેણે કેટલા.........$m$ અંતર કાપ્યું હશે?

$40 \,km/h$ ની ઝડપે જતી કારને બ્રેક લગાવ્યા બાદ તે ઓછામાં ઓછું $2\,m $ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ કાર $80\,km/h$ ની ઝડપે ગતિ કરતી હોય, તો તેને માટે લઘુતમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલુ ($m$ માં) હશે?

  • [AIPMT 1998]

એક કણ અચળ પ્રવેગથી પ્રથમ $5 \,sec$ માં $10\, m$ અને પછીની $3 \,sec$ માં $10 \,m$ અંતર કાપે છે,તો ત્યાર પછીની $2 sec$ માં તે કેટલા.........$m$ અંતર કાપશે?