કોઇ આદર્શ વાયુ પર થોડીક પ્રક્રિયાઓ કરીને તેનાં શરૂઆતનાં કદ કરતાં અડધા કદ સુધી દબાવવામાં આવે છે.કઇ પ્રક્રિયામાં વાયુ પર મહત્તમ કાર્ય કરવું પડશે?
સમતાપી
સમોષ્મી
સમદાબી
સમકદ
$T$ તાપમાન પર રહેલો વાયુના નમૂનાનું સમોષ્મી વિસ્તરણ થઈને કદ બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે? (આપેલ $\gamma=\frac{3}{2}$)
ચક્રીય પ્રક્રિયા એટલે શું ? તેના પર નોંધ લખો.
આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
$P_1$ દબાણ અને $V_1$ કદે રહેલ એક પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $\frac{1}{8}$ ગણું થાય છે. વાયુનું અંતિમ દબાણ ........ $P_1$ થાય?
સમાન દબાણ $(P)$, કદ $(V)$ અને તાપમાન $(T)$ ધરાવતા એક પરમાણિય વાયુઓના પાત્ર $A$ અને $B$ ધ્યાનમાં લો. $A$ માંના વાયુનું તેના મૂળ કદના $\frac{1}{8}$ માં ભાગ જેટલું સમતાપી સંકોચન જ્યારે $B$ માંના વાયુનું તેના મૂળ કદના $\frac{1}{8}$ ભાગ જેટલું સમોષ્મી સંકોચન કરવામાં આવે છે. તો પાત્ર $B$ માંના વાયુના અંતિમ દબાણ અને $A$ માંના વાયુના અંતિમ દબાણનો ગુણોતર .......... છે.