એક પદાર્થને જમીન પરથી સમક્ષિતિજ સાથે $\theta$ ના કોણે $u$ ઝડપે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો જમીનથી મહતમ ઉંચાઈએે તેના ગતિપથના વળાંકની ત્રિજ્યા કેટલી હોય ?
$\frac{u^2 \sin 2 \theta}{g}$
$\frac{u^2 \cos ^2 \theta}{g}$
$\frac{u^2 \sin ^2 \theta}{g}$
$\frac{u^2 \sin ^2 \theta}{2 g}$
સમાન શરૂઆતના વેગથી સમક્ષિતિજ સાથે $42^{\circ}$ અને $48^{\circ}$ ના ખૂણે બે પદાર્થોને પ્રક્ષિપ્ત કરતાં તેની અવધિ અને ઊંચાઈ અનુક્રમે ${R}_{1}, {R}_{2}$ અને ${H}_{1}$, ${H}_{2}$ છે. તેના માટે સાચો વિકલ્પ કયો છે.
$70\,m$ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી $50\,m/s$ ના વેગથી $30^o$ ના પ્રક્ષિપ્તકોણે ફેંકેલો પદાર્થ ........ $(\sec)$ સમયમાં જમીન પર આવશે.
પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, ઉડ્ડયનનો કુલ સમય અને મહત્તમ ઊંચાઈનાં સૂત્રો મેળવો.
તીતી ધોડો $1.6 \,m$ અંતર સુધી મહત્તમ જંપ મારી શકે છે,તો $10 \,seconds$ માં તે કેટલું અંતર કાપશે?
જો એક પદાર્થ $A$ દળ $M$ ને સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણા પર $v$ વેગથી ફેકવામાં આવે અને બીજા સમાન દળના પદાર્થ $B$ ને સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણા પર સમાન ઝડપથી ફેકવામાં આવે છે. $A$ અને $B$ ની અવધિઓનો ગુણોત્તર કેટલો થાય?