ઑર્કિડ વનસ્પતિ આંબાના વૃક્ષની શાખા પર ઊગી રહી છે. ઑર્કિડ અને આંબાના વૃક્ષ વચ્ચેની આ પારસ્પરિક ક્રિયાનું વર્ણન તમે કેવી રીતે કરશો?
....... એ દર્શાવ્યું કે એક ઝાડ પર રહેતી ફુદકીઓ(Warblers)ની પાંચ નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી.
બગલાના ઉદાહરણ દ્વારા સહભોજિતા સમજાવો.
ઓર્કિડ કીટકની માદાને મળતું આવે છે. આથી તે પરાગનયન શક્ય બને છે. આ ઘટનાને શું કહે છે?
લીઆનસ એ વાહકપેશી ધરાવતી વનસ્પતિ છે. જેના મૂળ જમીનમાં હોય છે અને તેના પ્રકાંડને સીધું રાખવા બીજાં વૃક્ષો પર આધાર રાખે છે. તેઓ તે વૃક્ષો સાથે સીધો સંબંધ જાળવતા નથી. તો આ કયા પ્રકારની આંતરક્રિયા છે ?