- Home
- Standard 12
- Physics
ન્યૂટ્રોનની શોઘની ટૂંકમાં સમજૂતી આપો અને તેને કેવી રીતે દર્શાવી શકાય છે ?
Solution
$1932$ માં જેમ્સ ચેડ઼વિક એવો અધિતર્ક ચકાસ્યો કે,પરમાણુનું ન્યુક્લિયસ, પ્રોટોન ઉપરાંતનું જે તટસ્થ દ્રવ્યમાન ધરાવે છે તે મૂળભૂત એકમના પૂર્ણાક ગુણાંકમાં હોય છે.
ચેડવિકે એવું અવલોકન કર્યું કે જ્યારે બેરિયમ ન્યુક્લિયસ પર $\alpha$-કણનો મારો ચલાવવામાં આવે ($\alpha$-કણો પ્રતાડિત કરવામાં આવે) છે ત્યારે તટસ્થ વિકિરણ ઉત્સર્જન પામે છે.
આ ઉપરાંત, તેણે એવું અવલોકન કર્યું કે આ તટસ્થ વિકિરણ હિલિયમ, કાર્બન અને નાઇટ્રોજન જેવા હલકાં ન્યુક્લિયસમાંથી પ્રોટૉન દૂર કરી શકે છે.
તે સમયે તટસ્થ વિકિરણ તરીકે એક માત્ર ફોટોન (વિદ્યુતચુંબકીય તરંગો) જાણીતા હતા.
ઊર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમ પરથી એવું જણાયું કે જો તટસ્થ વિકિરણ માત્ર ફોટોનનું જ બનેલું હોય, તો ફોટોનની ઊર્જા બેરિલિયમ ન્યુક્લિયસ પર -કણોના મારાથી મળતી ઊર્જા કરતાં ખૂબ વધુ ઊર્જા હોવી જોઈએ.
ચેડવિકે આ હકીકતને તટસ્થ વિકિરણને ન્યૂટ્રોન તરીકે ઓળખાતા નવા પ્રકારના તટસ્થ કણોનું બનેલું ધારીને સંતોષકારક ઉકેલ આપ્યો.
અને ઊર્જા સંરક્ષણ તથા વેગમાન સંરક્ષણ પરથી નવા કણ (ન્યૂટ્રૉન)નું દળ નક્કી કરી શક્યો જે લગભગ પ્રોટૉનના દળ જેટલું જ હોવાનું જણાવ્યું.
હાલમાં, ન્યૂટ્રોનનું ચોકસાઈપૂર્વકનું દળ $m_n = 1.00866\,u= 1,6749 x 10^{-27}\,kg$ છે.
ન્યૂટ્રોનની શોધ માટે ચેવિકને ભૌતિકવિજ્ઞાનનું $1935$ માં નોબલ પ્રાઇઝ એનાયત થયું હતું.