- Home
- Standard 12
- Biology
સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા કયા કયા આયોજન દ્વારા પ્રજનનકીય સ્વાથ્ય માટે પ્રયાસો થઈ રહ્યા છે ?
Solution
સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દેશ્ય-શ્રાવ્ય છાપકામ કે પ્રચાર-પ્રસાર (print-media)ની મદદથી લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયાસો કરે છે.
આમાં માતાપિતા, નજીકનાં સગાં-સંબંધીઓ, શિક્ષકો અને મિત્રોનું યોગદાન પણ મહત્ત્વનું છે.
શાળાઓમાં જાતીય શિક્ષણની શરૂઆત થવી જોઈએ જેથી યુવા વર્ગ સાચી અને યોગ્ય માહિતી મેળવે.
બાળકો જાતીયતા સંબંધી વિવિધ પાસાઓ અંગે જાણકારી પ્રાપ્ત કરી ગેરમાન્યતા/સમજણથી દૂર રહે.
લોકો પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને તેમાં જોવા મળતા ફેરફારો, સુરક્ષિત જાતીય વ્યવહાર (sexual practices), જાતીય સંક્રમિત રોગો $(STD),$ $AIDS$ વગેરેની માહિતી મેળવે.
ખાસ કરીને કિશોરાવસ્થા વયજૂથની વ્યક્તિઓ માટે જરૂરી છે જે તેમને ભવિષ્યમાં પ્રજનન સંબંધી સ્વસ્થ જીવન તરફ લઈ જશે.
નવપરણિત યુગલો, લગ્નવય જૂથ ધરાવતી વ્યક્તિઓને જન્મ નિયંત્રણ વિકલ્પો, ગર્ભવતી માતા, પ્રસવ બાદ શિશ ને માતાની કાળજી, રતનપાનનું મહત્ત્વ, છોકરો અને છોકરીને સમાન તક વગેરે અંગે શિક્ષિત કરાય.
અનિયંત્રિત વસ્તીવૃદ્ધિની સમસ્યાઓ, સામાજિક દૂષણો, જાતીય હિંસા વગેરે અંગે જાગૃતતા કેળવી લોકો તેને રોકવા સક્ષમ બની જવાબદાર સમાજની રચના કરે.