- Home
- Standard 10
- Science
આલ્કોહોલ અને ગ્લૂકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ ઍસિડની માફક વગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો.
Solution

આલ્કોહૉલ અને ગ્લૂકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ ઍસિડની માફક વર્ગીકૃત થતા નથી કારણ કે તે પોતાના દ્રાવણના વિયોજનથી $H^+$ $(aq)$ આયનો ઉત્પન્ન કરી શકતા નથી. પરિણામે તેઓ વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરી શકતા નથી.
આવા આલ્કોહોલ અને ગ્લૂકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવતા હોવા છતાં તેમનું વર્ગીકરણ ઍસિડમાં થઈ શકતું નથી. આ બાબત નીચેની પ્રવૃત્તિ દ્વારા વર્ણવી શકાય છે.
પ્રવૃત્તિ :
આ પ્રવૃત્તિ કરવા માટે સૌ પ્રથમ એક બીકર લેવામાં આવે છે.
ત્યારબાદ એક રબરનો બૂચ લઈ તેના ઉપરના ભાગે બે લોખંડની ખીલીઓ ફીટ કરવામાં આવે છે.
આવા લોખંડની ખીલીઓ ફીટ કરેલા બૂચને હવે બીકરની અંદર મૂકવામાં આવે છે.
ત્યારબાદ હવે બંને ખીલીઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બૅટરી, બલ્બ અને સ્વિચ વડે જોડવામાં આવે છે.
હવે, આ બીકરમાં સૌ પ્રથમ ઇથેનોલ $(CH_3CH_2OH)$ નું દ્રાવણ ઉમેરીને તમારા અવલોકનો નોંધો.
ત્યારપછી ફરીથી આ જ બીકરમાં ગ્લૂકોઝ $(C_6H_{12}O_6)$ નું દ્રાવણ ઉમેરીને તમારા અવલોકનો નોંધો.
અવલોકન : આ પ્રવૃત્તિ દરમિયાન અવલોકન કરી શકાય છે કે જ્યારે બીકરમાં આલ્કોહોલ અથવા ગ્લૂકોઝ લઈને પ્રયોગ કરવામાં આવે છે ત્યારે બલ્બ ચાલુ થતો નથી.
નિર્ણય : આ પ્રવૃત્તિના અવલોકન પરથી એ નિર્ણય કરી શકાય છે કે આલ્કોહૉલ અને ગ્લૂકોઝ તેના દ્રાવણોમાં આયનો ઉત્પન્ન કરી શકતા નથી.
પરિણામે, તે વિદ્યુતનું વહન કરી શકતા નથી, પરંતુ જો આજ પ્રયોગ $HCl$ (હાઇડ્રોક્લોરિક ઍસિડ) લઈને કરવામાં આવે તો તેમાં વિયોજન થવાથી તે વિદ્યુતનું વહન કરી શકે છે.