2. Acids, Bases and Salts
medium

કસનળી $A$ અને $B$માં સમાન લંબાઈની મેંગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી $A$ માં હાઇડ્રોક્લોરિક ઍસિડ $(HCl)$ ઉમેરવામાં આવે છે અને કસનળી $B$ માં એસિટિક ઍસિડ $(CH_3COOH)$ ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે ? અને શા માટે ? 

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ કસનળી $A$ માં થતી પ્રક્રિયા :

$2 HCl (a q)+ Mg (s) \rightarrow MgCl _{2}(a q)+ H _{2}(g)$

$(ii)$ કસનળી $B$ માં થતી રાસાયણિક પ્રક્રિયા :

$2 CH _{3} COOH (a q)+ Mg (s) \rightarrow\left( CH _{3} COO \right)_{2} Mg (a q)+ H _{2}(g)$

આમ, બંને કસનળીઓમાં $H_2$ વાયુ ઉદ્ભવવાને કારણે ઊભરા આવતા જોવા મળે છે. પરંતુ કસનળી $A$ માં કસનળી $B$ ની સરખામણીમાં વધુ શક્તિશાળી ઊભરા જોવા મળે છે.

કારણ કે કસનળી $A$ માંનો $HCl$ એ પ્રબળ ઍસિડ હોવાથી તેનું વિયોજન વધુ પ્રમાણમાં થાય છે. પરિણામે $H_2$ વાયુ ઉત્પન્ન થવાની પ્રબળતા વધુ હોય છે.

જયારે કસનળી $B$ માંનો $CH_3COOH$ એ નિર્બળ ઍસિડ હોવાથી તેનું વિયોજન અલ્પપ્રમાણમાં થાય છે. આથી $H_2$ વાયુ ઉત્પન્ન થવાની પ્રબળતા ઓછી હોય છે.

Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.