ઉપરોક્ત આકૃતિમાંની ગોઠવણ વડે બિંદુ $I$ આગળ રચાતા અંતિમ પ્રતિબિંબમાંથી નીકળતા તરંગ અગ્રોનો આકાર કેવો હશે ?
અત્રે અંતિમ પ્રતિબિંબ બિદુવત્ છે, જે બંને લેન્સની સામાન્ય અક્ષ પર $I$ સ્થાને રચાય છે. તે પણ તરંગઅગ્ર પરનું બિંદુ હોવાથી હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર, પોતે સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદગમ તરીકે વર્તી દરેક દિશામાં ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. આપેલા સમયે આ ગૌણ તરંગોને પરિસ્પર્શે (બહારથી સ્પર્શે) તેવું પૃ્ષ્ઠ વિચારતા તે આકારે ગોળાકાર મળે છે, જે આપેલા સમયે રચાતા નવા તરંગઅગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. પ્રસ્તુત કિસ્સામાં તેનો આકાર ગોળાકાર મળે છે.
સૂર્યમાંથી ઉત્સર્જાતું તરંગઅગ્ર, પૃથ્વીની સપાટી પર વિચારતા તેનો આકાર કેવો હશે ?
હાઇગેન્સની થીયરીમાં તરંગઅગ્રથી...
તરંગઅગ્રની સમજૂતી આપી તેનાં પ્રકારો જણાવો.
હાઈગેનનો સિદ્ધાંત નીચેનામાંથી ગૌણ તરંગો માટે શું સમજાવે છે?
જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર. . . . . હશે.