$BCl_3$ અને $CCl_4$ સંયોજનોનો વિચાર કરીએ. તેઓ પાણી સાથે કેવી રીતે વર્તશે ? તેનું વ્યાજબીપણું ચર્ચો.
$\mathrm{BCl}_{3}$ એ પાણી સાથે ઝડપથી જળવિભાજન કરી બોરિક ઓસિડ આપે છે. $\mathrm{BCl}_{3}+2 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow 3 \mathrm{HCl}+\mathrm{B}(\mathrm{OH})_{3}$ $\mathrm{CCl}_{4}$ માં $\mathrm{C}$ પાસે ખાલી કક્ષકો નથી તેથી તે પાણીના $e^{-}$ને સ્વીકારી શક્તો નથી. તેથી તે મિશ્ર કરતા અલગ સ્તર બનાવે છે. $\mathrm{CCl}_{4}+\mathrm{H}_{2} \mathrm{O} \rightarrow$ પ્રક્રિયા ન થાય.
કોઈ એક ક્ષાર $X$ નીચે જણાવેલા પરિણામો આપે છે :
$(i)$ તેનું જલીય દ્રાવણ લિટમસપત્ર પ્રત્યે બેઝિક છે.
$(ii)$ તેને સખત ગરમ કરતાં ફુલીને કાચ જેવો ઘન પદાર્થ $Y$ બને છે.
$(iii)$ જ્યારે $X$ ના ગરમ દ્રાવણમાં સાંદ્ર $H_2SO_4$ને ઉમેરવામાં આવે છે ત્યારે કોઈ ઍસિડ $Z$ના સફેદ સ્ફટિક મળે છે.
ઉપર દર્શાવેલી બધી પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો અને $X$ , $Y$ અને $Z$ ને ઓળખો.
હોલ-હેરોલ્ટ પ્રક્રિયા દ્વારા એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવા માટે એલ્યુમિનાનું વિદ્યુતવિભાજય રીડકશન કોની હાજરીમાં કરવામાં આવે છે?
શું બોરિક ઍસિડ પ્રોટોનીય ઍસિડ છે ? સમજાવો.
નીચેનામાંથી ક્યો લુઇસ એસિડ નથી ?
જ્યારે પોટેશિયમ એલમની દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ વધુ માત્રામાં ઉમેરવામાં આવે છે, ત્યારે આપણને નીચેનામાંથી શું મળે છે ?