એક પાસાને ફેકવાના પ્ર્યોગનો વિચાર કરીએ. એક અવિભાજય પૂર્ણાક મળે તેને ઘટના $A$ અને એક અયુગ્મ પૂર્ણાક પ્રાપ્ત થાય તેને ધટના $B$ તરીકે દર્શાવવામાં આવેલ છે. આપેલ ધટનાઓ $A$ અને $B$ નો ગણ દર્શાવો.
એક ડબામાં $1$ લાલ અને $3$ સમાન સફેદ દડા રાખ્યા છે. બે દડા એક પછી એક પાછા મૂક્યા વગર ડબામાંથી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે.આ પ્રયોગનો નિદર્શાવકાશ લખો.
નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ઉછાળવામાં આવ્યો છે અને સિક્કા પર છાપ મળે ત્યારે પાસાને ફેંકવામાં આવે છે.
તમને એક ખોખું આપવામાં આવે છે જેમાં $20$ પત્તા હોય આ પૈકી $10$ પત્તા ઉપર $I$ અક્ષર છાપવામાં આવેલ છે અને બીજા દસ પત્તા ઉપર $T$ અક્ષર છાપવામાં આવેલ છે. જો તમે ત્રણ પત્તા એક પછી એક ઉપાડો અને તે જ ક્રમમાં પાછા મૂકવામાં આવે, તો $I.I.T$ શબ્દ બનવાની સંભાવના કેટલી છે ?
એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો : $A :$ સંખ્યા $7$ કરતાં નાની છે. $B :$ સંખ્યા $7$ કરતાં મોટી છે. $C $: સંખ્યા $3$ નો ગુણક છે. $B \cup C$ શોધો
ગણ $S$ માં $7$ ઘટકો છે . ગણ $A$ એ $S$ નો અરિક્ત ઉપગણ છે અને તો ગણ $S$ નો કોઈ એક ઘટક $x$ ને યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો $x \in A$ હોય તેની સંભાવના મેળવો.