ધારોકે નિર્દશ અંતરાલ $[0,60]$ માંથી યાદચ્છીક રીતે પસંદ કરેલ બે વાસ્તવિક સંખ્યાઓનો નિરપેક્ષ તફાવત $a, a > 0$ કે તેથી નાનો હોય તે ઘટના $A$ છે. જે $P ( A )=\frac{11}{36}$ હોય, તો $a=..........$.
એક સમતોલ સિક્કો જેની એક બાજુ પર $1$ અને બીજી બાજુ પર $6$ અંકિત કરેલ છે. આ સિક્કો તથા એક સમતોલ પાસો બંનેને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો $12$ હોય તેની સંભાવના શોધો.
એક કોથળામાં એક પાસો લાલ રંગનો, એક સફેદ રંગનો અને અન્ય એક પાસો ભૂરા રંગનો રાખ્યો છે. એક પાસો યાદચ્છિક રીતે પસંદ કર્યો છે અને તેને ફેંકવામાં આવે છે પાસાનો રંગ અને તેની ઉપરની બાજુ પરની સંખ્યા નોંધવામાં આવે છે, આ પ્રયોગનો નિદર્શાવકાશ વર્ણવો.
બે પાસાંને સાથે ઉછાળવામાં આવે છે તો ઉપરના પૂણાકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના.
એક થેલામાં $9$ તકતી છે. તે પૈકી $4$ લાલ રંગની, $3$ ભૂરા રંગની અને $2$ પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકા૨ અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે ભૂરા રંગની ન હોય, તે અનુસાર કાઢવામાં આવેલ તકતીની સંભાવના શોધો.