- Home
- Standard 11
- Physics
ગતિઊર્જાની વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર લખો અને તેનો ઉપયોગ કરીને થતાં કાર્યો જણાવો.
Solution
પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિઊર્જા કેહે છે. અથવા
પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિઊર્જા કહે છે.
$\therefore \quad K =\frac{1}{2} m v^{2} \quad$ જ્યાં $m=$ પદાર્થનું દળ
$v=$ પદાર્થની ઝડપ અથવા વેગ
ગતિઊર્જાનો એકમ કાર્યનો એકમ છે તેથી $SI$ પદ્વતિમાં જૂલ $(J)$ એકમ અને $CGS$ પદ્ધતિમાં અર્ગ એકમ છે. ગતિઊર્જાનું પારિમાણિક સૂત્ર : $\left[ M ^{1} L ^{2} T ^{-2}\right]$ છે.
આમ, નિશ્ચિત દળવાળા પદાર્થ માટે વધારે ઝડપથી ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા વધારે અને ઓછી ઝડપથી ગતિ કરતાં પદાર્થની ગતિઊર્જા ઓછી હોય છે.
ગતિઊર્જા અદિશ રાશિ છે. પદાર્થની ગતિઉર્જી એ તેની ગતિ દ્વારા પદાર્થ વડે થઈ શક્તા કાર્યનું મૂલ્ય દર્શાવે છે.
ઝડપથી વહેતા પ્રવાહ (વહેણાં)ની ગતિઊર્જાનો ઉપયોગ કરીને અનાજ દળવાની ધંટી વડે અનાજ દળી શકાય છે.
પવનની ગતિઊર્જનનો ઉપયોગ કરીને સઢવાળા વહાણ ચલાવી શકાય છે અને પવનચક્કી વડે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે.