લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવી સૂત્ર મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સમાન લંબાઈ $l$ ના બે લાંબા સમઅક્ષીય સોલેનોઈડ આકૃતિમાં દર્શાવ્યા મુજબના છે. અંદરના સોલેનોઈડ $S _{1}$ ની ત્રિજ્યા $r_{1}$ અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા $n_{1}$ તથા બાહ્ય સોલેનોઈડ $S _{2}$ ની ત્રિજ્યા $r_{2}$ અને એકમ લંબાર દીઠ આંટાની સંખ્યા $n_2$ છે.

$S _{1}$ સોલેનોઇડના કુલ આંટા $N _{1}=n_{1} l$ અને

$S _{2}$ સોલેનોઇડના કુલ આંટા $N _{2}=n_{2} l$ થાય.

જ્યારે $S _{2}$ માં વિદ્યુતપ્રવાહ $I _{2}$ પસાર થાય ત્યારે તેની અંદર સમાન ચુંબકીયક્ષેત્ર $B _{2}=\mu_{0} n_{2} I _{2}$ ઉત્પન્ન થાય. તેથી, $S _{1}$ સોલેનોઈડ સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સ $N _{1} \phi_{1} .$

હવે $S _{1}$ સોલેનોઈડ સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સ $S _{2}$ સોલેનોઇડમાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં છે.

$\therefore N _{1} \phi_{1} \propto I _{2}$

$\therefore N _{1} \phi_{1}= M _{12} I _{2}$

જ્યાં $M _{12}$ એ ચલનનો અચળાંક છે અને તેને $S _{2}$ ની સાપેક્ષે $S _{1}$ નું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે

પણ $N _{1} \phi_{1}= N _{1} A _{1} B _{2}$

$N _{1} \phi_{1}=n_{1} l \times \pi r_{1}^{2} \times \mu_{0} n_{2} I _{2} \quad\left[\because N _{1}=n_{1} l, A _{1}=\pi r_{1}{ }^{2} B _{2}=\mu_{0} n_{2} I _{2}\right]$

$\therefore M _{12}=\frac{ N _{1} \phi_{1}}{ I _{2}}$

$=\frac{n_{1} l \times \pi r_{1}^{2} \times \mu_{0} n_{2} I _{2}}{ I _{2}}$

$\therefore M_{12}=\mu_{0} n_{1} n_{2} \pi r_{1}^{2} l\dots(1)$

આ ગણતરી કરવામાં સોલેનોઇડના છેડાની અસર અવગણી છે અને તેની અંદર ચુંબકીયક્ષેત્ર સમાન ધારેલું છે.

902-s78g

Similar Questions

હેનરી શેનો $SI$ એકમ છે?

બે ગૂંચળાઓ $0.002 \mathrm{H}$ અન્યોન્ય પ્રેરણ ધરાવે છે. પ્રથમ ગૂંચળામાં $i=i_0$ sinwt, જ્યાં $i_0=5 \mathrm{~A}$ અને $\omega=50 \pi \mathrm{rad} / \mathrm{s}$, અનુસાર પ્રવાહમાં ફેરફાર થાય છે. બીજા ગૂંચળામાં મહત્તમ emf નું મૂલ્ય $\frac{\pi}{\alpha} \mathrm{V}$ છે. તો $\alpha$ નું મૂલ્ય_____છે.

  • [JEE MAIN 2024]

બે અક્ષીય કોઈલને એકબીજાથી પાસપાસે ગોઠવતા તેનાં અનોન્ય પ્રેરણ $5\,mH$ મળે છે.જો  વિદ્યુત પ્રવાહ $50 \sin 500\,t$ જેટલું એેક કોઈલસાંથી પસાર થતું હોય તો બીજી કોઈલમાં પ્રેરીત મહત્તમ $emf$ નું મુલ્ય

$(a)$ આકૃતિ માં બતાવ્યા પ્રમાણે એક લાંબા સુરેખ તાર અને $a$ બાજુવાળા એક ચોરસ ગાળા વચ્ચેના અન્યોન્ય-પ્રેરકત્વ માટેનું સૂત્ર મેળવો.

$(b)$ હવે ધારોકે સુરેખ તાર $50\; A$ પ્રવાહનું વહન કરે છે અને ગાળાને $v=10 \;m / s$ અચળ વેગ સાથે જમણી તરફ ખસેડવામાં આવે છે. જ્યારે $x=0.2\; m$ હોય તે ક્ષણે ગાળામાં પ્રેરિત emfની ગણતરી કરો. $a=0.1\; m$ લો અને ધારોકે ગાળો મોટો અવરોધ ધરાવે છે.

$0.3$ $cm$ ત્રિજયા ઘરાવતી એક રીંગ તેનાથી ઘણી જ મોટી $20$ $cm$ ત્રિજયા ઘરાવતી રીંગની સમાતર રહેલ છે.નાની રીંગનું કેન્દ્ર મોટી રીંગના અક્ષ પર રહેલ છે.તે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર $15$ $cm$ છે.જો નાની રીંગમાંથી $2.0$ $A$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો મોટી રીંગ સાથે સંકળાયેલ ફ્‍લકસ ______ હશે.

  • [JEE MAIN 2013]