નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતે મેળવો.
$v \rightarrow t$ નો આલેખ આકૃૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો મળે છે, જેમાં કોઈ કણ $X-$દિશામાં અચળ પ્રવેગ $a$ થી સુરેખ ગતિ કરે છે.
$t=0$ સમયે તેનો વેગ $v_{0}$ અને $t=t$ સમયે વેગ $v$ છે.
અહીં, કણ અચળ પ્રવેગી ગતિ કરતો હોવાથી કોઈ પણ સમયગાળામાં કણનો સરેરાશ પ્રવેગ અને પ્રવેગ સમાન હશે.
$\therefore$ પ્રવેગ $a=$ રેખા $AB$ નો ઢાળ
$=\frac{v-v_{0}}{t-t_{0}}=\frac{v-v_{0}}{t}$
$\therefore v=v_{0}+a t$ $................................1$
હવે, $t$ સમયમાં કણે કરેલ સ્થાનાંતર, $v \rightarrow t$ ના આલેખ વડે ધેરાતા પ્રદેશ $OABCDO$ જેટલું હોય.
$\therefore x=$ લંબચોરસ $OACD$નું ક્ષેત્રફળ $+\Delta ACB$ નું ક્ષેત્રફળ
$\therefore x=v_{0} t+\frac{1}{2}\left(v-v_{0}\right) t$
$\therefore x=v_{0} t+\frac{1}{2} a t^{2}$$................................2$
પણ સરેરાશ વેગની વ્યાખ્યા પ્રમાણે
$x=\left(\frac{v+v_{0}}{2}\right) t$$..................3$
સમી. $(3)$માં સમી.$(1)$પરથી કિંમત $t=\frac{v-v_{0}}{a}$ મૂકતાં,
$x=\left(\frac{v+v_{0}}{2}\right)\left(\frac{v-v_{0}}{a}\right)=\frac{v^{2}-v_{0}^{2}}{2 a}$
$\therefore 2 a x=v^{2}-v_{0}^{2}$$...............................................4$
એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે $t $ સેકન્ડમાં $135\; m$ જેટલું અંતર કાપે છે, આ દરમિયાન તેનો વેગ $10\, ms^{-1 }$ થી $ 20 \,ms^{-1 }$ જેટલો બદલાય છે. $t$ નું મૂલ્ય ($s$ માં) કેટલું હશે?
નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ $v \to $ સમય $t$ ના આલેખો દોરો અને સમજાવો.
અચળ પ્રવેગથી ગતિ કરતી ટ્રેનનું એન્જિન સિગ્નલ પોસ્ટ (થાંભલા) ને $u$ વેગથી અને છેલ્લો ડબ્બો $v$ જેટલા વેગથી પસાર થાય છે. ટ્રેનનો મધ્યભાગ આ સિગ્નલ પોસ્ટને કેટલા વેગથી પસાર થશે?
બે કાર $A$ અને $B$ શરૂઆતમાં સ્થિર છે. જો કાર $A$ $40\, m/sec$ ના અચળ વેગથી અને $B$ સમાન દિશામાં $4\,m/{s^2}$ ના પ્રવેગથી ગતિની શરૂઆત કરે તો કાર $B $ કાર $A$ ને કેટલા સમય($sec$ માં) પછી પકડી શકે?