એક નાનું રમકડું વિરામ સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો તે $t$ સેકન્ડમાં $10 \,m$ જેટલું અંતર કાપતું હોય, તો તે પછીની $t$ સેકન્ડમાં કેટલું અંતર ($m$ માં) કાપશે?
એક કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગથી ગતિ કરીને $20$ સેકન્ડમાં $144 \,km/h$ ની ઝડપ પ્રાપ્ત કરે છે. તો કારે કેટલુ અંતર ($m$ માં) કાપ્યું હશે?
બે કાર $A$ અને $B$ શરૂઆતમાં સ્થિર છે. જો કાર $A$ $40\, m/sec$ ના અચળ વેગથી અને $B$ સમાન દિશામાં $4\,m/{s^2}$ ના પ્રવેગથી ગતિની શરૂઆત કરે તો કાર $B $ કાર $A$ ને કેટલા સમય($sec$ માં) પછી પકડી શકે?
એક પદાર્થ પ્રથમ $5\, sec$ માં $40 \,m$ અને પછીની $5\, sec$ માં $65 \,m$ અંતર કાપે છે,તો પદાર્થનો શરૂઆતનો વેગ કેટલા........$m/s$ હોવો જોઈએ?