પૃષ્ઠવક્ષીય (દ્વિદળી) પર્ણની આંતરિક રચના વર્ણવો.
સૂર્યમુખીના પર્ણના સેક્રેનીનથી અભિરંજિત કરેલ છેદને સૂક્ષ્મદર્શક નીચે તપાસતાં નીચે પ્રમાણેની રચના જોવા મળે છે: (1) અધિસ્તર (2) પર્ણમધ્યપેશી (3) વાહિપુલો.
$(1)$ અધિસ્તર (Epidermis) : પર્ણ એ ચપટું અવયવ હોવાથી તેમાં બે અધિસ્તરો જોવા મળે છે : (i) ઉપરિ અધિસ્તર (Adaxial epidermis) અને (ii) અધઃઅધિસ્તર (Abaxial epidermis).
$(i)$ ઉપરિ અધિસ્તર (Adaxial Epidermis) : તે મૃદુત્તક કોષોનું બનેલું એ કસ્તરીય સ્તર છે. આ સ્તરના કોષોની બહારની દીવાલ ઉપર પાતળી રક્ષકત્વચા આવેલી છે. આ સ્તરના કેટલાક કોષો બહુકોષી પર્ણરોમ ધરાવે છે. આ સ્તરમાં વાયુરંધ્ર આવેલા હોય છે. પર્ણરંદ્રની અંદરની બાજુએ શ્વસનકૂપ આવેલ હોય છે.
$(ii)$ અધઃઅધિસ્તર (Abaxial Epidermis) : તે પર્ણની નીચે સપાટી બનાવે છે. તે મૃદુત્તકીય કોષોનું બનેલું એકસ્તરીય સ્તર છે.
- અધઃઅધિસ્તરની બહારની સપાટીએ પાતળી રશકત્વચા આવેલી છે.
- આ સ્તર બહુકોષીય પર્ણરોમો ધરાવે છે. પર્ણરંદ્રોની સંખ્યા ઉપરિ અધિસ્તર કરતાં વધારે હોય છે. પર્ણરંદ્રની અંદરની બાજુએ શ્વસનકૂપ હોય છે. આ શ્વસનકૂપ સાથે પર્ણના બીજા આંતરકોષીય અવકાશ સંકળાયેલા હોય છે.
$(2)$ પર્ણમધ્યપેશી (Mesophyll Tissue) : ઉપરિ અધિસ્તર અને આ અધિસ્તરની વચ્ચે આવેલી હરિતકણમય પેશીને પર્ણમધ્યપેશી કહે છે. તેમાં લંબોત્તક, શિથિલોત્તક અને વાહિપુલો આવેલાં છે.
લંબોત્તકપેશી (Palisade Tissue) : આ પેશી ઉપરિ અધિસ્તર તરફ આવેલી છે અને તે બે સ્તરોમાં ગોઠવાયેલી છે. તેના કોષો ઉપરિ અધિસ્તરને કાટખૂણે ગોઠવાયેલા લાંબા અને આયામ દિશામાં ગોઠવાયેલા હોય છે. તેઓની વચ્ચે આંતરકોષીય અવકાશોનું પ્રમાણ નહિવતું હોય છે, કોષોમાં મોટા પ્રમાણમાં હરિતકણ આવેલો હોય છે.
આ પેશીનું કાર્ય પ્રકાશસંશ્લેષણનું છે.
શિથિલોત્તકપેશી (spongy Tissue) : અધ: અધિસ્તરની ઉપરની બાજુએ આવેલા આ કોષો અનિયમિત આકારના હોય છે. કોષોની વચ્ચે મોટા આંતરકોષીય અવકાશો આવેલા છે. તેથી આ પેશીને શિથિલોત્તક પેશી કહે છે.
આ પેશીના કોષોમાં ઓછા પ્રમાણમાં હરિતકણો હોય છે. આ પેશીમાં આંતરકોષીય અવકાશનું પ્રમાણ વધુ હોવાથી તે બાષ્પોત્સર્જન અને વાતવિનિમયના કાર્યમાં મદદ કરે છે.
$(3)$ વાહિપુલો (Vascular Bundles) : પર્ણમાં આવેલા વાહિપુલો સહસ્થ અને અવર્ધમાન હોય છે. પ્રત્યેક વાહિપુલની રચના પ્રકાંડના વાહિપુલ જેવી જ હોય છે.
સુર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોવાથી વાહિપુલો, અનુપ્રસ્થ, આયામ કે ત્રાંસી દિશામાં કપાયેલા દેખાય છે.
અનુપ્રસ્થ રીતે કપાયેલ વાહિપુલમાં જલવાહક પેશી ઉપરિ અધિસ્તર તરફ અને અન્નવાહક પેશી અધ: અધિસ્તર તરફ આવેલી છે.
-આયામ અને ત્રાંસી દિશામાં કપાયેલા વાહિપુલોમાં જલવાહક કોષોની દીવાલમાં જુદા જુદા સ્થલનો જોઈ શકાય છે.
-વાહિપુલોનું કદ શિરાઓના કદ ઉપર આધારિત છે. વાહિપુલો જાડી દીવાલવાળા મૃદુત્તાકીય પુલકંચુકના (Parenchymatous Bundle Sheath)ના સ્તરોથી ઘેરાયેલ હોય છે
મકાઈના પર્ણની અંત:સ્થ રચના વર્ણવો.
વનસ્પતિના પર્ણમાં વાહિપુલનું સ્થાન $..............$
ભેજગ્રાહી કોષો આના માટે જવાબદાર છે :
એકદળી પર્ણમાં આ ન હોય
અભ્યક્ષીય અધિસ્તર $-P$
અપાક્ષીય અધિસ્તર- $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.