- Home
- Standard 11
- Biology
વિશિષ્ટ કાર્યો માટે પ્રકાંડનાં રૂપાંતરણો વર્ણવો.
Solution

$\Rightarrow$ પ્રકાંડ તેનાં સામાન્ય કાર્યો ઉપરાંત કેટલાંક વધારાના કાર્યો કરે છે. આ કાર્યો માટે તે રૂપાંતર પામે છે.
$(A)$ ખોરાકસંગ્રહ માટે પ્રકાંડનાં રૂપાંતર :
$(i)$ ગાંઠામૂળી (Rhizome) : આદું (Ginger), હળદર (Turmeric), જમીનકંદ અને અળવી (Colocasia) એ ભૂમિગત પ્રકાંડ છે. તે ખોરાકનો સંગ્રહ કરી અનિયમિત આકારની ગાંઠ જેવું બને છે. તે ગાંઠો, આંતરગાંઠો, શલ્ટિપણે અને અસ્થાનિક મૂળ ધરાવે છે.
$(ii)$ ગ્રંથિલ (Tuber) : બટાટા (Potato)માં ભૂમિગત પ્રકાંડ ઉપર આવેલા શલ્કિપર્ણોની કક્ષામાંથી ઉદ્ભવતી શાખાઓના ટોચના ભાગે ખોરાકનો સંગ્રહ કરી ગોળ કે અંડાકાર રચના કરે છે, તેને ગ્રંથિલ કહે છે. બટાટાની સપાટી પર ખાડાઓ હોય છે જેમને આંખ કહે છે. તેમાં કલિકા હોય છે. જે વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે.
$(iii)$ વજકંદ (Corm) : સૂરણ : સૂરણ (Amorphophalus)એ ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ છે.
$\Rightarrow$ પ્રકાંડ સૂત્રો : કૃષ્ણકમળ (Passion Flower), કોળું (Cucurbita), કારેલાં (Bitter Gourd), તુંબરો (Gourd), કાકડી (Cucumber) વગેરેમાંથી પાતળી અને તરબૂચ (Watermelon), દ્રાક્ષનો વેલો (Grape Vines) વગેરેમાં કક્ષકલિકા વિકાસ પામી પાતળી તથા કુતલાકારે અમળાયેલ દોરી જેવી રચના ઉત્પન્ન કરે છે, જે આધાર સાથે વીંટળાઈને વેલાને ઊંચે લઈ જવામાં મદદ કરે છે. આવી વનસ્પતિઓને સૂત્રારોહી વનસ્પતિઓ કહે છે.