5.Morphology of Flowering Plants
easy

લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

$\Rightarrow$ $(A)$ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પુષ્પના ભાગો :

$\Rightarrow$ પુષ્પ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રજનન એકમ છે.

$\Rightarrow$ તે લિંગી પ્રજનન સાથે સંકળાયેલ છે.

$\Rightarrow$ તે મધ્યઅક્ષ ધરાવે છે. તેને પુષ્પદંડ (Pedicel) કે વૃત (Stalk) કહે છે.

$\Rightarrow$ પુષ્પદંડનાં ફૂલેલા છેડાને પુષ્પાસન (Thalamus) કહે છે, તેની ઉપર ચાર જુદા જુદા પ્રકારનાં ચક્રો ગોઠવાયેલાં હોય છે,

$\Rightarrow$ આ ચક્રો વજચક્ર (Calyx), દલચક્ર (Corolla), પુંકેસરચક્ર (Androecium) અને સ્ત્રીકેસરચક્ર (Gynaecium) છે.

$\Rightarrow$ વજચક્ર અને દલચક્ર સહાયક અંગો છે. તેમજ પુંકેસર અને સ્ત્રીકેસર પ્રજનન અંગ છે.

$\Rightarrow$ $(i)$ વજચક્ર : એ પુષ્પનું સૌથી બહારની તરફ ગોઠવાયેલું ચક્ર છે. તે વજપત્રો (Sepals)નું બનેલું છે. વજપત્રો લીલાં, પર્ણસદેશ અને કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે. વજચક્ર એ યુક્ત વજપત્રી કે મુક્ત વજપત્રી હોઈ શકે છે.

$(ii)$ દલચક્ર (Corolla): દલચક્ર વજચક્રની અંદર તરફ ગોઠવાયેલ છે. તે વિવિધ આકાર અને વિવિધરંગી અને આકર્ષક હોય છે. દેલપત્રો મુક્તદલપત્રી (Polypetalous) કે યુક્તદલપત્રી (Gamepetalous) હોય છે. દલપત્રો પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે.

$-$ વનસ્પતિઓમાં દલચક્રના આકાર અને રંગની ખૂબ જ વિવિધતા છે. દલચક્ર એ નલિકાકાર, ઘંટા કાર, ગળણી આકાર કે ચક્રાકાર હોઈ શકે છે.

$\Rightarrow$ કેટલીક વનસ્પતિના પુષ્પમાં પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર એમ બંને હોય છે. તેમને ટ્રિલિંગી પુષ્પ (Bisexual) પુખ કહે છે.

$\Rightarrow$ જે પુષ્પમાં ફક્ત પુંકેસરો અથવા સ્ત્રીકેસરો બેમાંથી એક ધરાવે તે એકલિંગી (Unisexual) પુષ્પ કહે છે.

$(B)$ સમમિતિને આધારે પુષ્પના ભાગો :

$\Rightarrow$ પુષ્પને સમમિતિના આધારે $(i)$ નિયમિત (Actinomorphic) કે અરીય $(ii)$ અનિયમિત (Zygomorphic) કે દ્વિપાર્શ્વ સમમિતિ $(iii)$ અસમમિતીય (Asymmetric) એમ ત્રણ પ્રકારે વહેંચાય છે.

$\Rightarrow$ $(i)$ નિયમિત કે અરીય પુષ્પ : જ્યારે પુષ્ય કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજયામાં તેને બે સરખા અરીય ભાગોમાં વિભાજિત કરી શકાય તેવા પુષ્પને નિયમિત પુષ્પ (Actinomorphic) કે અરીય સમમિતિ કહે છે. ઉદા., રાઈ, ધતૂરો, મરચાં.

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.