- Home
- Standard 11
- Biology
5.Morphology of Flowering Plants
easy
ફળના ભાગો આકૃતિસહિત વર્ણવો.
Option A
Option B
Option C
Option D
Solution
$\Rightarrow$ ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ (પુખ્ત) કે પાકેલું બીજાશય છે. ફલન વગર બીજાશયનું ફળમાં રૂપાંતર થાય તો તે અપરાગિત ફળ (Parthenocarpic) કહેવાય છે. સામાન્ય રીતે ફળમાં તેની દીવાલને ફલાવરણ (Pericarp) કહે છે. બીજ ફળમાં ફલાવરણથી ઢંકાયેલ હોય છે,
$\Rightarrow$ ફળનાં ભાગો : સામાન્ય રીતે ફળ એ ફલાવરણ (Pericarp) અને બીજ ધરાવે છે,
$\Rightarrow$ ફલાવરણ શુષ્ક કે માંસલ હોય છે. જ્યારે ફલાવરણ જાડું અને માંસલ હોય ત્યારે તે, બહારનું બાહ્ય ફલાવરણ (Epicarp), મધ્યમાં મધ્ય ફલાવરણ (mesocarp) અને અંદર અંતઃ ફલાવરણ (Endocarp)માં વિભેદન પામે છે.
Standard 11
Biology