- Home
- Standard 11
- Biology
હરિતકણની રચના, કાર્ય આકૃતિ સહિત વર્ણવો.
Solution

લીલી વનસ્પતિમાં મોટા ભાગે પર્ણના મધ્યપર્ણ પેશીના કોષોમાં હરિતકણો જોવા મળે છે.
હરિતકણ મુખ્યત્વે લેન્સ (Lens) આકાર, અંડાકાર, ગોળાકાર, બિંબાકાર (Disc Shaped) કે પટ્ટી (Ribbon) જેવા આકારના હોય છે.
તે જુદી જુદી લંબાઈ ($5$ થી $10 \;um$) અને પહોળાઈ ($2$ થી $4 \;um$) ધરાવે છે.
તેની સંખ્યા પણ જુદી જુદી હોય છે. ક્લેમિડોમોનાસ જેવી લીલી લીલના કોષમાં એક, મધ્યપર્ણ પેશીના પ્રત્યેક કોષમાં $20$ થી $40$ જેટલી સંખ્યામાં હોય છે.
હરિતકણ બેવડી પટલમય રચના છે. તેના બંને પટલની સરખામણીમાં અંદરનું પડ ઓછું પ્રવેશશીલ હોય છે.
હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલ અંતઃ અવકાશને સ્ટ્રોમા આધારક (Stroma) કહે છે. સ્ટ્રોમામાં ચપટી પટલયુક્ત કોથળી જેવી સંરચના ગોઠવાયેલી હોય છે તેને થાઇલે કોઇડ (Thyllakoid) કહે છે.
થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલ હોય છે. જેને ગ્રેના (Grana) (એકવચનઃ ગ્રેનમ) કહે છે. કેટલીક ચપટી પટલમયનલિકાઓ જે જુદી જુદી ગ્રેનાના થાઇલે કોઇડને જોડે છે તેને આંતરગ્રેનમપટલ કહે છે.
થાઇલેટોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલ હોય છે. જેને કોટર કહે છે. હરિતકણમાં આવેલા સ્ટ્રોમાં કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉન્સેચકો ધરાવે છે.
હરિતકણ નાનું, બેવડી શૃંખલાયુક્ત વલયાકાર $DNA$ અને રિબોઝોમ્સ પણ ધરાવે છે.
હરિતકણમાં આવેલા રિબોઝોમ્સ ($70s$) કોષરસમાં આવેલા રિબોઝોમ્સ ($80s$) કરતાં નાનાં હોય છે.