1.Sexual Reproduction in Flowering Plants
medium

લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોના સમૂહ લઘુબીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે છે. જેને બીજાણુજનક (sporogenous tissue) કહે છે.

લઘુબીજાણુજનન (microsperogenesis) : પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક (microspore tetrads / pollen tetrads) સર્જે છે.

બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુબીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે.

જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુબીજાણુ માતૃકોષ છે.

પરાગ માતૃકોષ (pollen mother cell – PMC)માંથી અર્ધીકરણ દ્વારા લઘુબીજાણુ સર્જાવાની પ્રક્રિયાને લઘુબીજાણુજનન (microsporogenesis) કહે છે.

લઘુબીજાણુ સર્જાય ત્યારે ચાર કોષોના સમૂહ સ્વરૂપે હોય છે, જેને લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહે છે.

પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુબીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે.

દરેક લઘુબીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં પરાગરજનું નિર્માણ થાય છે. જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.