નીચે આપેલના તફાવત | ભેદ આપો અને પ્રત્યેકનાં ઉદાહરણો જણાવો

$(a)$ જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા

$(b)$ સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

a)જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ (non-specific) રક્ષણ છે, જે જન્મસમયે હાજર જ હોય છે.આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો (અંતરાયો = barriers) સર્જાવાથી પ્રાપ્ત થાય છે. 

 ઉપાર્જિત રોગપ્રતિકારકતા વિશિષ્ટ છે. તે સ્મૃતિ આધારિત છે. આનો અર્થ એ થાય છે કે જ્યારે આપણું શરીર પહેલી વાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે તે પહેલો પ્રતિચાર આપે છે જેને નિમ્ન તીવ્રતાનો પ્રાથમિક પ્રતિચાર (primary response) કહે છે. ત્યાર બાદ તે જ રોગકારકનો સામનો થાય ત્યારે ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય કે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર (secondary or anamnestic response) આપે છે. આનો અર્થ એ થાય કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે.

b)જ્યારે યજમાન પ્રતિજન (એન્ટીજન)ના સંપર્કમાં આવે છે, ત્યારે યજમાનના દેહમાં પ્રતિદ્રવ્ય (ઍન્ટીબોડી)નું સર્જન થાય છે. ઍન્ટીજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે. આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા (active immunity) કહે છે. સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માંગી લે છે. પ્રતિરક્ષણ દરમિયાન ઇરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે.

જ્યારે શરીરમાં તૈયાર ઍન્ટીબોડી દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા (passive immunity) કહેવાય છે. દુગ્ધસવણ (lactation)ના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સવતું પીળાશપડતું પ્રવાહી કોલોસ્ટ્રોમ (colostrum) માં ઍન્ટીબોડી $IgA$ વિપુલ માત્રામાં હોય છે. જે શિશુને રક્ષિત કરે છે. ગર્ભાવધિકાળ દરમિયાન ભૂણને પણ જરાય દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય છે જે નિષ્ક્રિય પ્રતિકારક્તાનાં કેટલાંક ઉદાહરણ છે.

Similar Questions

શરીરમાં રોગપ્રતિકારક તંત્ર સમજાવો. 

વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$PMNL$ શું છે ?

માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે?

  • [NEET 2015]

પ્રતિકારક તંત્રના સંદર્ભમાં 'સ્મૃતિ' શબ્દને કયા અર્થમાં લેવામાં આવે છે ?