જન્મજાત પ્રતિકારકતા સમજાવો.
જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ (non-specific) રક્ષણ છે, જે જન્મસમયે હાજર જ હોય છે. આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો (અંતરાયો = barriers) સર્જાવાથી પ્રાપ્ત થાય છે. આ પ્રતિકારકતામાં ચાર પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાય છે.
$(i)$ શારીરિક અંતરાય (Physical barrier) : આપણી ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે, જે સૂક્ષ્મ જીવોના પ્રવેશને અટકાવે છે. શ્વસનમાર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલ અધિચ્છદ પેશીનું શ્લેષ્માવરણ પણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે.
$(ii)$ દેહધાર્મિક અંતરાય (Physiological barrier) : જઠરમાંના અમ્લ (ઍસિડ), મુખમાંની લાળ, આંખોના અશ્રુ વગેરે રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે.
$(iii)$ કોષાંતરીય અંતરાય (Cellular barriers) : આપણા દેહમાંના કેટલાક શ્વેતકણો (WBCs) જેવા કૅ બહુરૂપી કેન્દ્રિય શ્વેતકણ (poly morphonuclear leukocytes $-PMNL$ તટસ્થકણો) અને એકકેન્દ્રીય કણો (monocytes) તેમજ રુધિરમાં રહેલા લસિકાકોષોના પ્રકાર તરીકે નૈસર્ગિક મારક કોષો (natural killerlymphocytes) ઉપરાંત પેશીઓમાં બૃહદ્ કોષો (macrophages) એ જીવાણુઓનું ભક્ષણ અને તેઓનો નાશ કરી શકે છે.
$(iv)$ કોષરસીય અંતરાય (cytokine barrier) : વાઇરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન (interferons) કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે છે કે જે અન્ય બિનચેપી કોષોને વાઇરસના ચેપથી રક્ષિત કરે છે.
નીચે પૈકી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલ છે ?
ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ દ્વારા ક્યાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાયો.
$MALT$ નું પૂરુ નામ જણાવો.
આપેલ આકૃતિ એન્ટિબોડી અણુની સંરચનાની છે. $A,\, B$, અને $C$ ને ઓળખી તેમના નામ જણાવો.
નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે?
$A$. માયેસ્થેનીયા ગ્રેવીસ $B$. સાંધાનો વા (સંધિવા)
$C$. ગાઉટ $D$. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી
$E$. સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ ($SLE$)
નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :