દ્વિ - પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ધારો કે $v_{1 i}$ જેટલી ઝડપથી ધન $X-$દિશામાં ગતિ કરતો $m_{1}$ દળનો ગોળો, સ્થિર પડેલા બીજ $m_{2}$ દળના ગોળા સાથે. સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.
અથડામણ બાદ ધારો કે $m_{1}$ અને $m_{2}$ દળવાળા ગોળાઓ $X-$અક્ષ સાથે અનુક્રમે $\theta_{1}$ અને $\theta_{2}$ કોણ બનાવીને અનુક્રમે $v_{1 f}$ તથા $v_{2 f}$ ઝડપથી ગતિ કરે છે.
કોઈ પણ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે.
$\therefore$ સંધાત પહેલાંનું વેગમાન = સંધાત પછીનું વેગમાન
$\therefore \quad m_{1} v_{1 i}=m_{1} v_{1 f}+m_{2} v_{2 f}$
$\left[\because v_{2 i}=0\right]$
વેગમાનના $X-$અક્ષની દિશામાંના ધટકો લેતાં, $m_{1} v_{1 i}=m_{1} v_{1 f} \cos \theta_{1}+m_{2} v_{2 f} \cos \theta_{2}$
વેગમાનના $Y-$અક્ષની દિશામાંના ધટકો લેતા, $0=m_{1} v_{1 f} \sin \theta_{1}-m_{2} v_{2 f} \sin \theta_{2}$
સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી ગતિઉર્જાનું પણ સંરક્ષણ થાય. $\therefore$ સંઘાત પહેલાંની ગતિઊર્જા = સંધાત બાદની ગતિઊર્જા,
$\frac{1}{2} m_{1} v_{1 i}^{2}=\frac{1}{2} m_{1} v_{1 f}^{2}+\frac{1}{2} m_{2} v_{2 f}^{2}$
${\left[\because v_{2 i}=0\right]}$
એક દડો જમીન પર અથડાઇને અસ્થિતિસ્થાપક સંઘાત બાદ ઉછળે છે. આ કિસ્સામાં.....
કઈ ભૌતિક શશિનું સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણમાં સંરક્ષણ થાય છે ?
$2\, {kg}$ દળનો પદાર્થ $4\, {m} / {s}$ ના વેગથી ગતિ કરે છે. તે બીજા સ્થિર પડેલા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરે છે અને પોતાની મૂળ દિશામાં શરૂઆત કરતાં ચોથા ભાગની ઝડપે ગતિ શરૂ રાખે છે. બંને પદાર્થના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ $\frac{x}{10} \,{m} / {s}$હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
એક બોલ સ્થિર સ્થિતિએ રહેલા તેના કરતા બમણું દળ ધરાવતા બોલ સાથે $1.5 m/s $ ના વેગથી હેેડઓન સંઘાત કરે છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0.6$ હોય તો અથડામણ પછી તેઓનો વેગ કેટલો હશે ?
અનુક્રમે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે મણકા $A$ અને $ B $ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊર્ધ્વ રાખેલ $R$ ત્રિજ્યાના વર્તૂળાકાર લીસા તાર પર રાખેલ છે. હવે $A$ ને ખૂબ જ ધીમેથી ધક્કો મારતાં તે નીચે ઊતરીને $B$ સાથે અથડામણ અનુભવી સ્થિર થાય છે. અથડામણ બાદ $B$ વર્તૂળના પરિઘ પર કેન્દ્ર ની ઉંચાઈએ પહોંચે છે, તો $m_1$ : $m_2$ =...........થાય.