ગોસના નિયમ અંગેના કેટલાંક અગત્યના મુદ્દાઓ ચર્ચો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ જો બંધ સપાટી દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ ફલક્સ પણ શૂન્ય હોય છે.

$(ii)$ આ નિયમ કોઈ પણ આકાર કે પરિમાણવાળી બંધ સપાટી માટે સત્ય છે.

$(iii)$ $\phi=\frac{\Sigma q}{\epsilon_{0}}$ માં જમણી બાજુનું પદ $\Sigma q$ એ સપાટી વડે ધેરાયેલા બધા વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. વિદ્યુતભારો સપાટીની અંદર ગમે તે સ્થાને રહેલા હોઈ શકે છે.

$(iv)$ જે પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કे કેટલાંક વિદ્યુતભારો અંદર અને કેટલાંક વિદ્યુતભારો બહાર હોય, તો ગોસનું સૂત્ર $\overrightarrow{ E } \cdot d \overrightarrow{ S }=\frac{\Sigma q}{\epsilon_{0}}$ માં ડાબી બાજુનું $\overrightarrow{ E }$ એ અંદર અને બહારના વિદ્યુતભારોથી ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર છે જ્યારે જમણી બાજુનું પદ $\Sigma q$ એ માત્ર અંદરના વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભારો છે.

$(v)$ ગોસનો નિયમ લગાડવા માટે જે સપાટી પસંદ કરીઓ તેને ગોસિયન સપાટી કહે છે.

$(vi)$ ગોસના નિયમનો ઉપયોગ કરીને સંમિતિ ધરાવતા તંત્ર વડે ઉદભવતા વિદ્યુતક્ષેત્રો સરળતાથી શોધી શકાય છે.

$(vii)$ ગોસનો નિયમ એ અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત છે.

Similar Questions

પોલા નળાકાર પર નિયમિત વિધુતભાર વિતરણ આકૃતિમાં બતાવ્યું છે, તો તેની વિધુત ક્ષેત્રરેખાઓ દોરો.

વિદ્યુતક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે ?

નીચે બે વિધાન આપવામાં આવ્યા છે :

વિધાન $I :$ એક વિદ્યુત દ્વિધ્રુવીને પોલા ગોળાના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. ગોળામાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્રનું ફલકસ શૂન્ય છે પરંતુ ગોળામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી.

વિધાન $II :$ ઘન ધાત્વીક ગોળાની ત્રિજ્યા $'R'$ અને તેના પર રહેલો કુલ વિજભાર $Q$ છે.$r ( < R)$ ત્રિજ્યા ધરાવતા ગોલીય સપાટીના કોઈપણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પરંતુ $‘r'$ ત્રિજ્યા ધરાવતા આ બંધ ગોલીય સપાટીમાંથી પસાર થતા વિદ્યુત ફ્લકસ નું મૂલ્ય શૂન્ય નથી.

ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [JEE MAIN 2021]

એક વિધુતક્ષેત્ર ધન $x$ માટે ધન $x$ -દિશામાં અને સમાન છે તેમજ ઋણ $x$ માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ $x$ -દિશામાં છે. $x\,>\,0$ માટે $E =  200\hat i\;N/C$ અને $x\,<\,0$ માટે $E =  - 200\hat i\;N/C$ આપેલ છે. $20\, cm$ લંબાઈ અને $5 \,cm$ ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમબિંદુ પર અને અક્ષ $x$ -દિશામાં છે, જેથી એક સપાટી $x = +10\, cm$ અને બીજી $x =-10 \,cm$ આગળ છે (આકૃતિ). $(a)$ દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફલક્સ કેટલું છે ? $(b)$ નળાકારની વક્ર બાજુમાંથી ફલક્સ કેટલું છે ? $(c)$ નળાકારમાંથી બહાર આવતું કુલ લક્સ કેટલું છે ? $(d)$ નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો છે ? 

બંધ પૃષ્ઠની અંદરની બાજુએ $20\ \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવે તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલક્સ છે. જો $\, 80\ \mu C$ બંને વિદ્યુતભાર પૃષ્ઠની અંદરની બાજુએ ઉમેરવામાં આવે તો ફલક્સમાં થતો ફેરફાર....... છે.