ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ (ગુણધર્મો) લખો.
$(i)$ ક્ષેત્રરેખાઓ ધન વિદ્યુતભારથી શરૂ થઈ ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. જો એક જ વિદ્યુતભાર હોય તો અનંતથી આરંભ કરે કे અંત પામે છે પણ બંધગાળો રચતી નથી.
$(ii)$ વિદ્યુતભાર વગરના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વગરના સતત વક્રો તરીકે લઈ શકાય છે.
$(iii)$ બે ક્ષેત્રરેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જે તેઓ છેદે તો છેદનબિદુ આગળ ક્ષેત્રને બે સ્પર્શકો મળે તેથી ક્ષેત્રની બે દિશાઓ મળે જે શક્ય નથી.
$(iv)$ સ્થિતવિદ્યુત ક્ષેતરરેખાઓ કોઈ બંધગાળો રચતી નથી.
$(v)$ આપેલ ક્ષેત્રરેખા પરના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્રરેખાને દોરેલા સ્પર્શક તે બિંદુ આગળની ક્ષેત્રની દિશા સૂયવે છે.
$(vi)$ સમાન વિદ્યુતક્ષેત્ર દર્શાવતી ક્ષેત્રરેખાઓ એક્બીજાને સમાંતર અને એક્બીજાથી સમાન અંતરે હોય છે.
$(vii)$ જે વિસ્તારમાં ક્ષેત્ર વધુ પ્રબળ હોય તે વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ ગીચોગીચ હોય અને જे વિસ્તારમાં ક્ષેત્ર નબળું હોય ત્યાં ક્ષેત્રરेખાઓ છૂટી છૂટી હોય..
દર્શાવેલ આલેખમાં $P$ અને $Q$ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર કેટલો છે ?
$\pm 3 \times 10^{-6} \;\mathrm{C}$ વિદ્યુતભાર ધરાવતી ડાયપોલ એક ગોળાની અંદર છે. ગોળાની આજુબાજુ કેટલું વિદ્યુત ફ્લકસ (${Nm}^{2} / {C}$ માં) હશે?
એક સમઘનને $\overrightarrow{{E}}=150\, {y}^{2}\, \hat{{j}}$ જેટલા વિદ્યુતક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ $0.5 \,{m}$ અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવે છે. સમઘનની અંદરનો વિદ્યુતભાર $(\times 10^{-11} {C}$ માં) કેટલો હશે?
વિદ્યુતક્ષેત્રમાં બે ગાઉસિયન ઘન આકૃતિમાં દર્શાવેલ છે. તીર અને મૂલ્ય એ વિદ્યુતક્ષેત્રની દિશા અને મૂલ્ય ($N-m^2/C$) દર્શાવે છે. તો ઘનમા રહેલો કુલ વિદ્યુતભાર કેટલો હશે?
બે ધન વિદ્યુતભારો નજીક હોય ત્યારે તેની ક્ષેત્રરેખાઓ દોરો.