ગોસના નિયમ અંગેના કેટલાંક અગત્યના મુદ્દાઓ ચર્ચો.
$(i)$ જો બંધ સપાટી દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ ફલક્સ પણ શૂન્ય હોય છે.
$(ii)$ આ નિયમ કોઈ પણ આકાર કે પરિમાણવાળી બંધ સપાટી માટે સત્ય છે.
$(iii)$ $\phi=\frac{\Sigma q}{\epsilon_{0}}$ માં જમણી બાજુનું પદ $\Sigma q$ એ સપાટી વડે ધેરાયેલા બધા વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. વિદ્યુતભારો સપાટીની અંદર ગમે તે સ્થાને રહેલા હોઈ શકે છે.
$(iv)$ જે પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કे કેટલાંક વિદ્યુતભારો અંદર અને કેટલાંક વિદ્યુતભારો બહાર હોય, તો ગોસનું સૂત્ર $\overrightarrow{ E } \cdot d \overrightarrow{ S }=\frac{\Sigma q}{\epsilon_{0}}$ માં ડાબી બાજુનું $\overrightarrow{ E }$ એ અંદર અને બહારના વિદ્યુતભારોથી ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર છે જ્યારે જમણી બાજુનું પદ $\Sigma q$ એ માત્ર અંદરના વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભારો છે.
$(v)$ ગોસનો નિયમ લગાડવા માટે જે સપાટી પસંદ કરીઓ તેને ગોસિયન સપાટી કહે છે.
$(vi)$ ગોસના નિયમનો ઉપયોગ કરીને સંમિતિ ધરાવતા તંત્ર વડે ઉદભવતા વિદ્યુતક્ષેત્રો સરળતાથી શોધી શકાય છે.
$(vii)$ ગોસનો નિયમ એ અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત છે.
દર્શાવેલ આલેખમાં $P$ અને $Q$ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર કેટલો છે ?
આકૃતિ માં દર્શાવ્યા મુજબ $10 \,cm$ બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર $5 \,cm$ અંતરે $+10\; \mu\, C$ બિંદુવતુ વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફલક્સનું મૂલ્ય કેટલું હશે? (સૂચન ચોરસને $10\, cm$ ની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો.)
એક ઈલેકટ્રોન $2 \times 10^{-8}\,C\,m ^{-1}$ જેટલી સમાન રેખીય વીજભાર ધનતા ધરાવતા અનંત નળાકારની આસપાસ વર્તુળાકાર પથ પર આકર્ષિત વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પરિભ્રમણ કરે છે. ઈલેકટ્રોનના પરિભ્રમણનો વેગ ...... $\times 10^6\,m s ^{-1}$ છે. (ઈલેકટ્રોનનું દળ $=9 \times 10^{-31}\,kg$ આપેલ છે.)
આકૃતિ વિદ્યુતક્ષેત્રની બળ રેખાઓ બતાવે છે. રેખાની જગ્યા દરેક સ્થાને કાગળને સમાંતર છે. જો $A$ આગળ ક્ષેત્રનું મૂલ્ય $40\ N/C$ હોય તો $B$ આગળ અંદાજીત ક્ષેત્રનું મૂલ્ય .......$N/C$ હશે.
ચાર સપાટી માટે વિદ્યુતભારનું વિતરણ આપેલ છે. તેમને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ ${\phi _1},{\phi _2},{\phi _3}$ અને ${\phi _4}$ હોય તો નીચેનામાંથી શું સાચું પડે?