ક્ષેત્રરેખાઓ ક્ષેત્રફળ પર અથવા ક્ષેત્રફળ દ્વારા આંતરેલાં ધનકોણ પર કેવી રીતે આધાર રાખે છે ?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $O$ બિંદુ આગળ ક્ષેત્રરેખાઓનો સમૂહ દર્શાવ્યો છે.
ક્ષેત્રરેખાને લંબરૂપે $R$ અને $S$ બિંદુ પાસે બે નાના અને સમાન ક્ષેત્રફળ ખંડો મુકેલાં કલ્પો.
આકૃતિ પરથી કહી શકાય કે $R$ બિદુ આગળનું વિદ્યુતક્ષેત્ર $S$ બિદ્દુ આગળના વિદ્યુતક્ષેત્ર કરતાં પ્રબળ છે. કારણ કે $R$ ક્ષેત્રફળમાંથી $S$ ક્ષેત્રફળ કરતાં વધારે ક્ષેત્રરેખાઓ પસાર થાય છે અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય, ક્ષેત્રરેખાઓના સમપ્રમાણામાં છે.
જેવી રીતે સમતલકોણ $\Delta \theta=\frac{\Delta l}{r}$ છે તેવી રીતે ત્રિપરિમાણ ધનકોણ $\Delta \Omega=\frac{\Delta S }{r^{2}}$ છે. આપેલા ઘનકોણમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઘનતા સમાન છે.
ધારો કે, $r_{1}$ અને $r_{2}$ અંતરે આવેલાં બિદુઓ $P _{1}$ અને $P _{2}$ આગળ ક્ષેત્રફળ ખંડો અનુક્રમે $r_{1}^{2} \Delta \Omega$ અને $r_{2}^{2} \Delta \Omega$ છે.
ધારોકે, આ ક્ષેત્રફળ ખંડોમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ $n$ જેંટલી સમાન છે તેથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા અનુક્રમે $P _{1}$ આગળ $\frac{n}{r_{1}^{2} \Delta \Omega}$ અને $P _{2}$ આગળ $\frac{n}{r_{2}^{2} \Delta \Omega}$ છે $n$ અને $\Delta \Omega$ સમાન હોવાથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા (ક્ષેત્રની તીવ્રતા અથવા પ્રબળતા) $\frac{1}{r^{2}}$ પર આધાર રાખે છે.
$+ q$ વિદ્યુતભાર $L$ લંબાઈના સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે, તો સમઘનમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય?
સમઘનના કોઇ એક ખૂણા પર વિદ્યુતભાર $Q$ છે, તો આ સમઘનની બધી છ સપાટીઓમાંથી પસાર થતું કુલ ફલક્સ કેટલું હશે?
આપેલ ગોળીય પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુતક્ષેત્રના ફલ્કસ ગણતરી કરવા માટે લીધેલ વિદ્યુતક્ષેત્ર કયાં વિદ્યુતભારોના કારણે ઉત્પન્ન થશે?
વિધુતક્ષેત્ર રેખાઓની સમજૂતી આપો અને વિધુતક્ષેત્રનું માન સમજાવો.
$20 \,cm$ ની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય માં દર્શાવેલ વિદ્યુતક્ષેત્રનું ફલક્સ કેટલું હશે?