પ્રેરણની રીતથી બે ધાતુના ગોળાઓને વિરુદ્ધ વિધુતભારિત કઈ રીતે કરી શકાશે તે વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ અવાહક સ્ટેન્ડ પર ટેકવેલા સમાન બે ધાતુના ગોળાઓ $A$ અને $B$ ને સંપર્કમાં લાવો.

$(ii)$ ધન વિદ્યુતભારિત સળિયાને ગોળા $A$ને સ્પર્શે નઈ તે રીતે નજીક લાવો.

બને ગોળાઓ પરના મુક્ત ઈલેક્ટ્રૉન સળિયા દ્વારા આકર્ષાય છે તેથી ગોળા $A$ ની ડાબી સપાટી ત૨ફ ઇલેક્ટ્રોન એકઠા થાય છે અને બંને ગોળા પરના પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન (વિદ્યુતભારો) $B$ ગોળાની જમણી બાજુ સપાટી પાસે એકઠા થાય છે, ગોળાઓમાંના બધા ઇલેક્ટ્રૉન $A$ ગોળાની ડાબી સપાટી પાસે એકઠા થયા નથી. જેમ જેમ $A$ ની ડાબી સપાટી પર ઋણ વિધુતભાર (ઇલેક્ટ્રોન) જમા થવાનું શરૂ થાય ત્યારે બીજા ઇલેક્ટ્રૉન આ જમાં થયેલા ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ અનુભવે છે, થોડા સમય બાદ, સળિયાના આકર્ષણ બળની અસર હેઠળ અને જમા થયેલા વિદ્યુતભારોને લીધે થતાં અપાકર્ષણ બળની અસર હેઠળ - સંતુલન રચાય છે જે આકૃતિ$(b)$માં દર્શાવેલ છે. જયાં સુધી કાચનો સળિયો $A$ ગોળાની નજીક રાખેલ હોય ત્યાં સુધી એકઠો થયેલો વિદ્યુતભારે સપાટી પર રહે છે. જો સળિયાને દૂર કરવામાં આવે, તો હવે વિધુતભારો પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. તેથી તેમની મૂળ તટસ્થ અવસ્થામાં પુન:વિતરિત થાય છે અને બંને ગોળાનો એકબીજાને આકર્ષે છે.

$(III)$ $A$ ગોળાની નજીક કાચના સળિયાને હજી રાખીને બંને ગોળાઓને થોડા અંતરે અલગ કરો તો બંને ગોળાઓ વિરુદ્ધ પ્રકારે વિધુતભારિત થયેલા જણાય છે અને એકબીજાને આકર્ષે છે. જે આકૃતિ $(C)$માં દર્શાવ્યું છે.

$(iv)$જો સળિયાને દૂર કરવામાં આવે, તો આકૃતિ $(d)$માં દર્શાવ્યા અનુસાર ગોળાઓ પરનો વિધુતભારે પુનઃ ગોઠવાય છે. $(v)$ હવે ગોળાઓને વધારે દૂર કરો તો બંને ગોળાઓ પરનો વિદ્યુતભારે નિયમિત રીતે વિતરીત થાય છે જે આકૃતિ $(e)$માં દર્શાવ્યું છે.

આમ, આ પ્રક્રિયામાં પ્રેરણ દ્વારા દરેક ગોળાઓને સમાન અને વિજાતીય રીતે વિદ્યુતભારિત કરી શકાય છે.

897-s79

Similar Questions

પદાર્થ પરનો વિધુતભાર ક્યા સાધનથી પારખી શકાય છે ?

વિધુતભારનું ક્વૉન્ટમીકરણ કોને કહે છે? અને વિધુતભારનો $\mathrm{SI}$ એકમ જણાવો.

સુવાહકો અને અવાહકો કોને કહે છે ? મુક્ત ઇલેક્ટ્રૉન, સુવાહક કે અવાહકમાં વધારે હોય ? 

વિધુત ( $\mathrm{Electricity}$ ) નામ શાના પરથી પડ્યું છે ? અને તેનો અર્થ સમજાવો.

હલકાં પદાર્થોને વિદ્યુતભારિત પદાર્થ શાથી આકર્ષે છે ?