વ્યવહારમાં એવાં દ્રવ્યો છે જેઓ ટૂંકી તરંગલંબાઈવાળા ફોટોન્સનું શોષણ કરી વધુ તરંગલંબાઈવાળા ફોટોન્સનું ઉત્સર્જન કરે છે. શું એવા સ્થાયી પદાર્થો મળી શકે જેઓ વધુ તરંગલંબાઈવાળા ફોટોન્સનું શોષણ કરી ઓછી તરંગલંબાઈવાળા ફોટોન્સનું ઉત્સર્જન કરે ?
જો ફોટોનનો વેગ $c$ અને આવૃતિ $\nu$ હોય તો તેની તરંગલંબાઈ કેટલી થાય?
ધાતુની સપાટી પર ફોટોન આપાત થયા બાદ, સપાટીમાંથી ફોટોઈલેકટ્રૉનનું ઉત્સર્જન થવા માટે લાગતો સમય આશરે ........... હોય છે.
$60\ W$ ના એક વિધુતબલ્બમાંથી દર સેકંડે ઉત્સર્જિત થતા ફોટોન્સની સંખ્યા ........... છે. ફોટોનની તરંગલંબાઈ $660\ nm$ છે. $(h = 6.6 \times 10^{-34}\ Js)$
કોમ્પટન ઈફેક્ટ શેનું સમર્થન કરે છે ?