જો ગતિમાન પદાર્થનો પ્રવેગ ધન હોય, તો $x \to t$ નો આલેખ દોરો.
ગતિમાન પદાર્થના વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય ત્યારે પદાર્થની ઝડપમાં કેવો ફેરફાર થશે ?
એક કણ ઉદ્ગમ બિંદુથી સ્થિર સ્થિતિમાં $6 m/s^2$ ના પ્રવેગથી $x$ દિશામાં અને $8 m/s^2$ ના પ્રવેગથી $y$ દિશામાં ગતિ કરતો હોય,તો $4 sec$ પછી તેણે કેટલા........$m$ સ્થાનાંતર કર્યું હશે?
આકૃતિમાં કણની એક પારિમાણિક ગતિ માટે $x -t$ આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી એમ કહેવું સાચું છે કે, $t < 0$ માટે કણ સુરેખ માર્ગે અને $t > 0$ માટે પરવલય માર્ગે ગતિ કરે છે ? જો ના, તો આ આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો.
$x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કણોનો વેગ $(v)$ તેના સ્થાન $x$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. કણનો પ્રવેગ $(a)$ એ સ્થાન $(x)$ સાથે શેના તરીકે બદલાય છે ?
સાયકલની ગતિ દર્શાવવા માટે વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ આપેલ છે. સાયકલની ગતિ દર્શાવવા માટે પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ શેના વડે રજૂ કરી શકાય?