રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા $N$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ દોરો અને તેના લક્ષણો જણાવો.
અવિભંજિત ન્યુક્લિયસ $N$ વિરુદ્ધ સમય નો આલેખ નીચે મુજબનો મળે છે.
આલેખ પરથી નીચેના લક્ષણો મળે છે.
$(1)$ રેડિયો ઍક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે ચરઘાતાંકીય રીતે ઘટે છે. શરૂઆતમાં વિભંજન ઝડપથી થાય છે અને સમય પસાર થાય તેમ વિભંજન ક્રમશઃ ધીમે થાય છે. આ આલેખને ક્ષય વક્ર પણ કહે છે.
$(2)$ આલેખ પરથી વિભંજન દર અને અર્ધ આયુ શોધી શકાય છે.
$(3)$ જો ક્ષયનિયતાંક , મોટો હોય તો વિભંજન દર પણ મોટો હોય.
$(4)$ રેડિયો ઍક્ટિવ પદાર્થના પ્રકારને ધ્યાનમાં ન લેતાં તેનો સંપૂર્ણ ક્ષય થતાં અનંત સમય લાગે છે.
જો આપણે $1000$ બલ્બનું તેમના જીવનકાળ માટે પરીક્ષણ કરીએ, તો આપણને એવું અપેક્ષિત છે કે તેઓ લગભગ એકસમાન સમયે ભય પામશે (બળી જશે), તેથી ચરઘાતાંકીય નિયમને અનુસરતા નથી. જયારે રેડિયો ન્યુક્લિાઇડ્રઝનો ક્ષય જે ચરઘાતાંકીય નિયમ છે. જે રેડિયો એક્ટિવ ક્ષયના નિયમને અનુસરે છે.
રેડિયોએક્ટિવ નમૂનામાં શરૂઆતમાં $10^{20}$ અણુઓ છે. જેમાંથી $\alpha -$ કણનું ઉત્સર્જન થાય છે. ત્રીજા વર્ષ અને બીજા વર્ષમાં ઉત્સર્જાતા $\alpha -$ કણોનો ગુણોત્તર $0.3$ છે. તો પ્રથમ વર્ષમાં કેટલા $\alpha -$ કણોનું ઉત્સર્જન થયું હશે?
કોઇ સમયે $2:1$ ના પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ લેવામાં આવે છે, તેમનાં અર્ધઆયુ $12$ અને $16$ કલાક છે,તો $2$ દિવસ પછી અવિભંજીત ભાગનો ગુણોત્તર કેટલો થાય?
રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવીટી $6.4 \times 10^{-4}$ ક્યુરી છે. તેના અર્ધ જીવનકાળ $5$ દિવસનો છે. $......$ દિવસ બાદ એક્ટિવિટી $5 \times 10^{-6}$ ક્યુરી થશે.
$30\, sec$ પછી અવિભંજીત ભાગ $1/64$ થાય,તો અર્ધઆયુ સમય કેટલા.......$seconds$ હશે?
$280$ દિવસ પછી એકિટીવીટી $6000 \,dps$ અને ત્યાર પછીના $140$ દિવસ પછી એકિટીવીટી $3000\, dps$ હોય,તો શરૂઆતની એકિટીવીટી કેટલી હશે?