ભારતમાં ઉનાળાના સમયમાં એક સામાન્ય પદ્ધતિ ઠંડક રાખવા માટે એવી હોય છે, કે જેમાં બરફના બોલ બનાવી તેને ચાસણીમાં ડુબાડીને ચૂસવામાં આવે. આના માટે એક સળી છીણેલા બરફમાં નાંખવામાં આવે કે જેથી તે બરફના બોલને સળીથી પકડી શકાય. એવી જ રીતે, શિયાળામાં એવા વિસ્તારમાં કે જ્યાં બરફવર્ષા થાય ત્યાં સ્નો બોલ બનાવીને એકબીજા પર ફેંકતા હોય છે. છીણેલા બરફમાં અને સ્નોમાંથી બોલની બનાવટ પાણીના $p\to T$ આલેખની મદદથી સમજાવો.
પાણી માટે $p \rightarrow T$ આલેખ જુઓ $0^{\circ} C$ તાપમાને $1\,atm$ થી વધતું દબાણ્પ બરફને પીગાળે છે અને ધટતું દબાણ પાણીને જમાવી બરફ બનાવે છે.
જ્યારે બરફનું ખંડન થઈ જાય, ત્યારે તેનો થોડો ભાગ પીગળી જાય, બરફના નાના કણોમાંથી દબાણ હળવું થાય. તેનાથી પાણી જામે અને નાના નરમ બરફના કણો ભેગા થઈ વધુ સ્થાયી બોલ બનાવી શકાય.
$m\, kg$ ના દળને તેના ગલનબિંદુ પર ઓગળેલ રાખવા માટે $P$ વોટ પાવરની જરૂર પડે છે.જ્યારે પાવર બંધ કરવામાં આવે ત્યારે તે $t\,sec$ સમયમાં ઘનમા ફરી જાય છે.તો તેના દ્રવ્યની ગલનગુપ્ત ઉષ્મા કેટલી હશે?
$1\; atm$ ના અચળ દબાણે $50\; K$ તાપમાનવાળો પ્રવાહી ઓક્સિજનને $300\; K$ સુધી ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાનો દર અચળ છે. તાપમાનનો સમય સાથેનો ફેરફારનો ગ્રાફ કેવો મળે?
દ્રવ્યની અવસ્થા-ફેરફાર કોને કહે છે ?
$- 10°C$ તાપમાને રહેલ બરફને $100°C$ તાપમાને વરાળમાં રૂપાંતર કરવા માટેનો ગ્રાફ .....
દ્રવ્યની ત્રણ અવસ્થાઓ અને અવસ્થા ફેરફાર સમજાવો.