$10\,cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુ પર અનુક્રમે $1\,\mu C$ , $-1\,\mu C$ અને $2\,\mu C$ વિદ્યુતભાર મૂકતાં $C$ પર રહેલ વિદ્યુતભાર પર કેટલા .....$N$ બળ લાગે?
$0.9 $
$1.8$
$2.7 $
$3.6$
એક બિંદુવત વીજભાર $q_1=4{q_0}$ ઉગમબિંદુ પર રાખેલ છે. બીજો બિંદુવત વીજભાર $q _2=- q _0,\;\; x=12\,cm$ પર રહેલ છે. પ્રોટોનનો વીજભાર $q_0$ છે પ્રોટોનને $x$ અક્ષ પર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રોટોન પર સ્થિત વિદ્યુતબળ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં, ઉગમબિંદુથી પ્રોટોનનું સ્થાન $............cm$ છે.
સંપાતપણાનો સિદ્ધાંત લખો.
બે એકસમાન દરેક $Q$ એવા ધન વિદ્યુતભારોને એકબીજાથી $‘2a’$ જેટલા અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. બીજા $m$ દળ ધરાવતો અને $q_0$ જેટલા એક બિંદુવત્ત વિદ્યુતભારને બે જડિત વિદ્યુતભારોની વચ્યે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર $q_0$ વિદ્યુતભારનો આવર્તકાળ .......... હશે.
સમાન વિદ્યુતભાર ધરાવતા,સમાન ગોળા $A$ અને $B$ વચ્ચે લાગતું અપાકષૅણ બળ $F$ છે.હવે વિદ્યુતભાર રહિત ગોળો $C$ ને $A$ સાથે સંપર્ક કરાવીને ગોળા $A$ અને $B$ ની મધ્યમાં મૂકતાં તેના પર કેટલું બળ લાગે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $q$, $q$ અને $-q$ વિધુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે ?