કુલંબના નિયમની મર્યાદા લખો.
બે સમાન ગોળાઓ સમાન વિદ્યુતભારથી વિદ્યુતભારિત થયેલા છે અને તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો એક ગોળાનો $50\%$ જેટલો વિદ્યુતભાર બીજા ગોળા પર વહન પામે તો નવું બળ ........ $F$ હશે.
$10\,cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુ પર અનુક્રમે $1\,\mu C$ , $-1\,\mu C$ અને $2\,\mu C$ વિદ્યુતભાર મૂકતાં $C$ પર રહેલ વિદ્યુતભાર પર કેટલા .....$N$ બળ લાગે?
વિદ્યુતભાર $q$ ને સમાન વિદ્યુતભાર ધરાવતા બે $Q$ વિદ્યુતભારને જોડતી રેખાની મધ્યમાં મૂકવામાં આવે છે. જો ત્રણ વિદ્યુતભારનું તંત્ર સમતોલનમાં રહે જો $q=$
જો $g _{ E }$ અને $g _{ M }$ એ અનુક્રમે પૃથ્વી અને ચંદ્રની સપાટી પર ગુરુત્વપ્રવેગનાં મૂલ્યો હોય અને બંને સપાટ્ટી પર મિલિકાનનો પ્રયોગ કરવામાં આવે તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય કેટલું થાય? ચંદ્ર પર વિદ્યુતભાર/પૃથ્વી પર વિદ્યુતભાર
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બાજુઓ સમાન હોય તેવા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ આગળ ત્રણ વિદ્યુતભાર $Q, +q$ અને $+q$ મૂકેલા છે. તંત્રની રચનાનું ચોખ્ખું સ્થિત વિદ્યુત શાસ્ત્રનું બળ શૂન્ય છે. જો $Q$ ........ ને સમાન છે.