અપચાના ઉપચાર માટે નીચેના પૈકી ક્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે ?
એન્ટિબાયોટિક (પ્રતિજીવી)
એન્ટાસિડ (પ્રતિઍસિડ)
એનાલ્જસિક (વેદનાહર)
એન્ટિસેપ્ટિક (જીવાણુનાશી)
શા માટે ઍસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે ?
જ્યારે સોડિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઇઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રૉક્સાઇડ આયનો $(OH^-)$ ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે ?
પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ?
પ્લાસ્ટર ઑફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો.
તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિક લાઇમ (કૅલ્શિયમ ઑક્સાઇડ) અથવા ફોડેલો ચૂનો (કૅલ્શિયમ હાઇડ્રોક્સાઇડ) અથવા ચાક (કૅલ્શિયમ કાર્બોનેટ)નો ઉપયોગ કરશે ?