ઉપાર્જિત પ્રતિકારકતા સમજાવો.
બીજી બાજુ, ઉપાર્જિત રોગપ્રતિકારકતા વિશિષ્ટ છે. તે સ્મૃતિ આધારિત છે. આનો અર્થ એ થાય છે કે જ્યારે આપણું શરીર પહેલી વાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે તે પહેલો પ્રતિચાર આપે છે જેને નિમ્ન તીવ્રતાનો પ્રાથમિક પ્રતિચાર (primary response) કહે છે. ત્યાર બાદ તે જ રોગકારકનો સામનો થાય ત્યારે ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય કે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર (secondary or anamnestic response) આપે છે. આનો અર્થ એ થાય કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે.
પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં હાજર રહેલા બે પ્રકારના લસિકાકોષો દ્વારા થાય છે $- B-$ લસિકા કોષો, $T-$ લસિકા કોષો.
રોગકારકોના પ્રતિચાર સમયે $B-$ કોષો આપણા રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે. જેથી તે રોગકારકો સામે લડી શકે. આ પ્રોટીન સૈન્યને પ્રતિદ્રવ્ય (ઍન્ટીબોડી) કહેવાય છે. $T-$ કોષો એન્ટીબોડી સર્જતા નથી પરંતુ $B-$ કોષોને એન્ટીબોડીના નિર્માણમાં સહાય કરે છે.
પ્રત્યેક ઍન્ટીબોડીની આણ્વિક રચનામાં ચાર પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલ છે -બે નાની હળવી શૃંખલા (light chain) અને બે ભારે શૃંખલાઓ (heavy chain) માટે તેને $H_2L_2$ સ્વરૂપે દર્શાવાય છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારના ઍન્ટીબોડી સર્જાય છે $-IgA,\, IgM,\, IgE,\, IgG$ વગેરે. આકૃતિમાં એન્ટીબોડીની રચના આપેલ છે.
ઍન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે, માટે તેમને તરલ પ્રતિકારકતા પ્રતિચાર (humoral immune response) કહેવાય છે. જે ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકારોમાંનો એક છે - એન્ટીબોડી મધ્યસ્થી (antibody mediated) તેનો બીજો પ્રકાર કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા (cell mediated immunity $-CMI)$ છે. $T-$ લસિકા કોષો $CMI$ નું માધ્યમ બને છે
. જ્યારે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડ જેવાં અંગો સંતોષજનક રૂપમાં કામ કરવાનું બંધ કરે છે ત્યારે એકમાત્ર ઉપચાર પ્રત્યારોપણ (transplantation) હોય છે, જેથી રોગી સામાન્ય જીવન જીવી શકે. ત્યારે યોગ્ય દાતાની શોધ શરૂ થઈ જાય છે.
કોઈ પણ સ્ત્રોત - પશુ, અન્ય પ્રાઇમેટ કોઈ પણ મનુષ્યજાતિના અંગનું આરોપણ થઈ શકતું નથી. કારણ કે, તરત કે પછી દર્દીનું શરીર તે અંગને નકારશે. કોઈ પણ આરોપણ / પ્રત્યારોપણ પહેલાં પેશીની સંગતતા અને રુધિર સંગતતા અતિઆવશ્યક હોય છે અને તે પછી પણ રોગીને પોતાના જીવનપર્યત પ્રતિકાર-અવરોધકો (immune-suppresants)ને લેવા પડે છે. શરીર 'સ્વજાત' અને ''પરજાત' નો ભેદ પારખવા સક્ષમ છે અને કોષી-મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે
પ્રતિજન એ શેના બનેલા હોય છે?
પ્રતિકારતંત્રના $B-$ કોષો અને $T-$ કોષો કયા પ્રકારના કોષો છે?
શા માટે નવજાત શિશુ માટે માતાનું દૂધ અતિઆવશ્યક ગણવામાં આવે છે ?
માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે.........
આપેલ આકૃતિમાં $'a'$ નિર્દેશીત ભાગ એ ......... દર્શાવે છે.