સમતલમાં થતી ગતિ માટે સરેરાશ વેગ, તત્કાલીન વેગ અને વેગના ઘટકો સમજાવો.
સરેરાશ વેગ:
પદાર્થના સ્થાનાંતર $\Delta \vec{r}$ તથા તેને અનુરૂપ સમયગાળા $\Delta t$ ના ગુણોત્તરને સરેરાશ વેગ $\langle\vec{v}\rangle$ કહે છે.
ધારો કે કોઈ $\Delta t$ સમયમાં $\Delta \vec{r}$ સ્થાનાંતર કરે છે, તો તેનો સરેરાશ વેગ
$\langle\vec{v}\rangle=\frac{\Delta \vec{r}}{\Delta t}$
$\therefore\langle\vec{v}\rangle=\left(\frac{\Delta x}{\Delta t}\right) \hat{i}+\left(\frac{\Delta y}{\Delta t}\right) \hat{j}$
$\langle\vec{v}\rangle=\left\langle v_{x}>\hat{i}+<v_{y}>\hat{j} \quad \ldots\right.$ (3) અથવા
$\langle\vec{v}\rangle=\frac{\Delta x \hat{i}+\Delta y \hat{j}}{\Delta t}$
સરેરાશ વેગની દિશા કણના સ્થાનાંતર $\Delta \vec{r}$ ની દિશામાં જ હોય છે.
તત્કાલિન વેગ:
ધારો કે, $\vec{\jmath}$ કોઈ કણ $\Delta t$ સમયમાં $\Delta \vec{r}$ જેટલું સ્થાનાંતર કરે છે. આ કણનો સરેરાશ વેગ,
$\langle\vec{v}\rangle=\frac{\Delta \vec{r}}{\Delta t}$
અહી, સરેરાશ વેગ સ્થાનાંતર સદિશ $\Delta \vec{r}$ ની દિશામાં મળે છે.
હવે ઉપરના સમીકરણમાં સમયનો ગાળો $\Delta t$ ધટાડતા જઈએ, તો $\Delta t_{1}, \Delta t_{2}, \Delta t_{3}$ સમયગાળા દરમિયાન ક્રમનું સ્થાનાંતર અનુક્રમે $\Delta \overrightarrow{r_{1}}, \Delta \overrightarrow{r_{2}}, \Delta \overrightarrow{r_{3}}$ મળે છે.
જ્યારે સમયનો ગાળો ઘટાડતાં જઈ $\Delta t \rightarrow 0$ કરતાં $\Delta \vec{r} \rightarrow 0$ મળે છે.
સમીકરણ $1$ માં $\lim _{\Delta t \rightarrow 0}$ લેતાં $P$ પાસેનો તત્કાલીન વેગ મળે છે.
ત્કાલીન વેગ,
$\vec{v}=\lim _{\Delta t \rightarrow 0} \frac{\Delta \vec{r}}{\Delta t}$
$\therefore \vec{v}=\frac{d \vec{r}}{d t}$
વેગના ઘટકો:
કણનો સરેરાશ વેગ,
$\langle\Delta \vec{v}\rangle=\frac{\Delta \vec{r}}{\Delta t}$
$\therefore\langle\Delta \vec{v}\rangle=\frac{\Delta x \hat{i}+\Delta y \hat{j}}{\Delta t}$
$\langle\Delta \vec{v}\rangle=\frac{\Delta x}{\Delta t} \hat{i}+\frac{\Delta y}{\Delta t} \hat{j}$
ઉપરના સમીકરણમાં $\lim _{\Delta t \rightarrow 0}$ લેતાં તત્કાલીન વેગ મળે છે.
$\vec{v}=\lim _{\Delta t \rightarrow 0}\left(\frac{\Delta x}{\Delta t}\right) \hat{i}+\lim _{\Delta t \rightarrow 0}\left(\frac{\Delta y}{\Delta t}\right) \hat{j}$
$\vec{v}=\left(\frac{d x}{d t}\right) \hat{i}+\left(\frac{d y}{d t}\right) \hat{j}$
$\therefore \vec{v}=\left(v_{x}\right) \hat{i}+\left(v_{y}\right) \hat{j}$
જ્યાં, $\left(v_{x}\right) \hat{i}$ અને $\left(v_{y}\right) \hat{j}$ એ અનુક્રમે વેગના $X$ અને $Y$ દિશાના સદિશ ધટકો છે.
સમીકરણ $(1)$ પરથી વેગનું મૂલ્ય,
$v=|\vec{v}|=\sqrt{v_{x}^{2}+v_{y}^{2}}$
પરિણામી વેગની દિશા નીચેના સમીકરણ પરથી મેળવી શકાય છે.
$\tan \theta=\frac{v_{y}}{v_{x}}$
$\therefore \theta=\tan ^{-1}\left(\frac{v_{y}}{v_{x}}\right)$
જયાં, $\theta$ એ પરિણમી વેગ $\vec{v}$ એ X-અક્ષ સાથે રચેલો ખૂણો છે.
જો સદિશ $\overrightarrow {A} = cos\omega t\hat i + sin\omega t\hat j$ અને$\overrightarrow {B} = cos\frac{{\omega t}}{2}\hat i + sin\frac{{\omega t}}{2}\hat j$ સમયના વિધેયો હોય, તો કયા $t$ સમયે આ બંને સદિશો પરસ્પર લંબ થશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વ્યક્તિ ચોરસના $A$ બિંદુથી સામેના છેડે આવેલા $C$ બિંદુ પર જવા માંગે છે. ચોરસની બાજુની લંબાઈ $100\, m$ છે. મધ્યમાં આવેલ $50\, m\,\times \,50\, m$ ચોરસમાં રેતી પથરાયેલ છે. આ રેતીવાળા ચોરસની બહાર તે $1\,ms^{-1}$ ની ઝડપથી ચાલી શકે છે જ્યારે રેતીવાળા ચોરસમાં $vms^{-1}$ ની ઝડપથી ચાલી શકે છે જ્યાં $(v < 1)$ તો રેતીમાંથી ચાલીને કે રેતીની બહારથી ચાલીને $C$ બિંદુ પર ઝડપથી પહોંચવા નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોવું જોઈએ ?
$t = 0$ સમયે એક કણ ઊગમબિંદુ પાસેથી $5.0 \hat{ i }\; m / s$ ના વેગથી ગતિ શરૂ કરે છે. $x-y$ સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે $(3.0 \hat{ i }+2.0 \hat{ j })\; m / s ^{2} $ નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. $(a)$ જ્યારે કણનો $x$ -યામ $84 \;m$ હોય ત્યારે $y$ -યામ કેટલો હશે ? $(b)$ તે સમયે કણની ઝડપ કેટલી હશે ?