સુરેખ પથ પર ઉત્તર દિશામાં $50\; km / hour$ ની અચળ ઝડપે જતી બસ ડાબી બાજુ $90^{\circ}$ એ વળાંક લે છે. વળાંક બાદ પણ જો તેની ઝડપ બદલાતી ના હોય, તો વળાંક દરમિયાનની પ્રક્રિયામાં બસના વેગમાં થતો વધારો .....
$50 \;km / hr$ પશ્ચિમ તરફ
શૂન્ય
$70.7\;km / hr$ દક્ષિણ-પશ્ચિમની દિશા તરફ
$70.7 \;km / hr$ ઉત્તર - પશ્ચિમની દિશા તરફ
બે સદીશો $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ ને સમાન મૂલ્ય છે. જો $\overrightarrow{ A }+\overrightarrow{ B }$ નું મૂલ્ય (માનાંક) $\overrightarrow{ A }-\overrightarrow{ B }$ ના મૂલ્ય કરતાં બમણું હોય, તો $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ વચ્ચેનો કોણ ...................... થશે.
બે બળોના મૂલ્યોનો સરવાળો $18 \,N$ છે.અને $12 \,N$ પરિણામી મૂલ્ય એ નાના મૂલ્યના બળને લંબ છે.તો બંને બળોના મૂલ્યો કેટલા થશે?
$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $'a'$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. $\overrightarrow{A B}+\overrightarrow{A C}=n \overrightarrow{A O}$ હોય તો $n = $ ........
નીચે આપેલી જોડમાંથી કઇ જોડનું પરિણામી શૂન્ય ના થાય?
આકૃતિમાં રહેલ સદિશ $\overrightarrow{ OA }, \overrightarrow{ OB }$ અને $\overrightarrow{ OC }$ ના મૂલ્ય સમાન છે. $\overrightarrow{ OA }+\overrightarrow{ OB }-\overrightarrow{ OC }$ ની $x$-અક્ષ સાથેની દિશા કેટલી થાય?